ભાગવત વિદ્યાપીઠ ખાતે સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી
આજ રોજ ભાગવત વિદ્યાપીઠ સોલા, ખાતે 79 માં સ્વાતંત્ર દિન ની ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે પરમ પૂજ્ય અનંત કૃષ્ણ શાસ્ત્રીજી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું . વરતંતું સંસ્કૃત મહાવિદ્યાલય નાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અધ્યાપક નરેન્દ્રભાઈ ગુરુજી , દિનેશભાઈ મહેતા પણ ઉપસ્થિત રહ્યાં હતા.ભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓના પ્રધાન આચાર્ય, તમામ ગુરુજનો,અને બાળકો દ્વારા કાર્યકમને સફળ બનાવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડી.એમ. વિધાલયના વૈશાલીબેન પ્રજાપતિ અને સમીરભાઈ કટારીયા દ્વારા કરવામાં આવ્યું હતું*