સુરત મનપા દ્વારા સુરત શહેરમાં ખાડીની સાફ-સફાઈ અર્થે ખાસ પ્રકારના ફ્લોટીંગ પોલકેન મશીન નો ઉપયોગ થઈ રહ્યો છે.
સુરત શહેરમાં ગત ચોમાસામાં પડેલ ભારે વરસાદને કારણે ખાડીપુરની સર્જાયેલ સમસ્યાના નિવારણ સારૂ મ્યુનિસિપલ કમિશનર ધ્વારા સાવચેતીના ભાગરૂપે નકકર પગલા લેવામાં આવી રહયા છે. મ્યુનિસિપલ કમિશનરની સુચનાથી આ વર્ષે ખાડીનાં જે ભાગમાં સાફ સફાઈ માટે એપ્રોચ ન હોય તેવા ભાગોમાં સાફ સફાઈ કરી શકે તેવા ખાસ પ્રકારનાં ફલોટીંગ પોકલેન મશીનરી નંગ-૦૪(ચાર)થી કામગીરી કરાવવા સુચના આપેલ. જે પૈકી ૦૧ મશીન લીંબાયત વિસ્તારમાં મીઠીખાડીમાં આજ રોજ કાર્યરત કરવામાં આવેલ છે. અન્ય ૦૩ મશીન પણ આ અઠવાડિયામાં સુરતની ખાડીઓની સાફ સફાઈ અર્થે કાર્યરત કરવામાં આવશે.
કેન્દ્ર સરકારની સેન્ટ્રલ વોટર કમિશન અને નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ હાઈડ્રોલોજીની તજજ્ઞ ટીમ મ્યુનિસિપલ કમિશનરનાં સૂચનથી ખાડી પુર નિવારણનાં સુચનો મેળવવા અર્થે ૨૦-એપ્રિલનાં રોજ સુરત ખાતે આવેલ છે. તજજ્ઞ ટીમ ધ્વારા ખાડી પુરનાં તમામ પાસાઓનો સુરત ખાતે રહી હાલ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તજજ્ઞ ટીમ ધ્વારા ખાડી પુર નિવારણ માટેનાં ટુંકા તથા લાંબા ગાળાનાં આયોજનો બાબતે સુચન કરવામાં આવશે. આવા સુચનોને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશનર ધ્વારા તજજ્ઞોની ટીમ સાથે પરામર્શ કરી, તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવશે.
આગામી ચોમાસાની ઋતુ દરમ્યાન દર વર્ષે આવનાર ખાડીપુર નિવારણ અર્થે મ્યુનિસિપલ કમિશનર નક્કર કામગીરી કરી રહ્યા હોવાનું જણાય છે.