logo

જોળ ગામે આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો ૧૫મી ઓગસ્ટના રોજ આણંદ તાલુકાના જોળ ગામે જોળ મુસ્લિમ મસ્

જોળ ગામે આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
૧૫મી ઓગસ્ટના રોજ આણંદ તાલુકાના જોળ ગામે જોળ મુસ્લિમ મસ્જિદ કમિટી તથા જોળ ગ્રામ પંચાયતનાં ડેપ્યુટી સરપંચ મુસ્કાનબાનું શાહરુખમીયા મલેકના સહયોગથી દેશનાં 75 માં આઝાદીનાં અમૃત મહોત્સવ નિમિતે મસ્જિદ પાસે ધ્વજવંદન પરચમ કુસાઈનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મસ્જિદનાં પેશ ઇમામ મૌલાના આસિફ હુસેની સાહેબ તથા ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયત જોળ તથા સામાજિક કાર્યકતા શાહરુખ મલેક (પ્રમુખ, જોળ મુસ્લિમ કમેટી આગેવાનો ) ઐયુબખાન પઠાણ, ઇમ્તિયાઝ પઠાણ, વસીમ ખાન પઠાણ, હનીફ ખાન કેમરોન તથા ગ્રામજનો ગામનાં વડીલો હાજર રહ્યા હતા અને જોળ મુસ્લિમ કમિટીનાં સભ્યો તથા ડેપ્યુટી સરપંચનો આભાર વ્યક્ત કર્યો હતો.

127
14819 views