logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

લાખણીમાં ગૌશાળાના લાભાર્થે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ લાખણી:- લાખણીમાં આવેલી હિંગળાજ ગૌશાળાના લાભાર્થે આયોજકો દ્વારા

લાખણીમાં ગૌશાળાના લાભાર્થે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ

લાખણી:- લાખણીમાં આવેલી હિંગળાજ ગૌશાળાના લાભાર્થે આયોજકો દ્વારા સરસ્વતી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
લાખણીમાં આવેલી કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે ગત રવિવારે કબ્બડીની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તા.24ના હિંગળાજ ગૌશાળાના લાભાર્થે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોલીબોલ ટુર્નામેન્ટમાં પાસિંગ અને શુટિંગ બોલની અલગ અલગ 37 ટિમોએ ભાગ લીધો હતો. ભાગ લેનાર દરેક ટિમોની એન્ટ્રી ફી 1100 રૂ. નક્કી કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વિજેતા ટીમને 4100 રૂ. અને દ્રિતીય વિજેતા ટીમને 2100 રૂ. પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યું હતું. અને વધેલી રકમ હિંગળાજ ગૌશાળાના લાભાર્થે વાપરવામાં આવશે.
આયોજકો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

અહેવાલ:- મુકેશ સોની લાખણી

193
14836 views

Comment