logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને ગ્રામીણ અને આંતરિયળ વિસ્તારોમાં વિસ્તારોમાં હજુ પણ લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે અને તે

બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને ગ્રામીણ અને આંતરિયળ વિસ્તારોમાં વિસ્તારોમાં હજુ પણ લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે અને તેનો ભરપૂર ફાયદો ભુવાઓ ઉપાડી રહ્યા છે ત્યારે 82 વર્ષ અગાઉ તમારા ઘરમાં માતા મૂકેલી છે ચેહર માની બાધા-આખડી રાખવી પડશે તો જ તમારું દુઃખ દૂર થશે,નહીંતર મોટું નુકસાન થશે તેવો ભય બતાવી પાંચ જેટલા ભુવાઓએ નવરાત્રી સમયમાં બે ભાઈઓ પાસેથી એક કરોડની માંગણી કરી દેવુ કાઢવા પેટે રૅ,35 લાખની રકમ પડાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.જોકે આ મામલે તે બાદ પીડિતો ને છેતરાયા નો અહેસાસ થતાં મોડે મોડે આ મામલે હવે ધાનેરા પોલીસમાં પાંચ જેટલા ધાનેરા અને થરાદ ના આરોપીઓ એવા ભુવજીઓ સામે ફરિયાદ નોંધાઇ છે.

આ કઠિત ક્રાઈમ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ગોલા ગામે થયું છે. આ ક્રાઈમમાં પાંચ જેટલા ભુવાજીઓ એક સાથે સંપ કરી છેતરપિંડીના ઇરાદે પીડિતો પાસે પહોંચ્યા હતા અને તેમના ઘરમાં 82 વર્ષ અગાઉ માતા મૂકી છે. અને તેના લીધે દેવ દુખથી તમારો પરિવાર દુઃખી છે.આ દુઃખ મોટું છે તેને કાઢવા માટે ચેહર માતાની બાધા રાખવી પડશે તેવી વાત કરી પરિવારને છેતરવા કારસો રચ્યો હતો.અને તે બાદ પરિવારના બે ભાઈઓને વિશ્વાસમાં લીધા હતા અને એક કરોડ જેટલો ખર્ચો થશે તેવું પણ જણાવ્યું હતું. જોકે નસીબજોગે પરિવારને દુઃખમાં રાહત મળતાં,આ તક નો લાભ ભૂવાજીઓ એ લીધો હતો.અને ચેહર માતાની બાધા પૂરી કરવી પડશે નહિતર પાછું મોટું દુઃખ આવશે તેમ કહી,પરિવારને ડરાવ્યો હતો.અને તે રીતે સંત બનેલા આ ભુવાજીઓએ પોતાનું પોત પ્રકાશ્યું હતું.અને દુઃખ દર્દ દૂર કરવાની વિધિના ખર્ચ પેટે પીડિત પરિવાર ના બે ભાઈઓ પાસેથી પૈસા પડાવ્યા હતા.જેમાં પીડિત બે ભાઈઓ એ ઉછીના લાવી ગત 11 ડિસેમ્બરે ભૂવાજીઓ ને 20 તેમજ 15 લાખ મળી તબક્કાવાર રું 35 લાખ રોકડા આપ્યા હતા,તેમજ 1.70 લાખ કિંમતની ચાંદીની પાટો વિધિ પેટે ભયભીત બની આપી હતી.જોકે આ તમામ રોકડ રકમ અને ચાંદીની પાટો લઈ આ પાંચેય ભુવાજીઓ રફુચક્કર થઈ ગયા હતા.

આ કામમાં પીડીતો સાથે દેવદુઃખનો ભય બતાવી છેતરપિંડી કરનાર આ ભુવાજીઓ નો 38 સેકન્ડ નો એક વિડીયો પણ પીડિતોએ જે-તે વખતે ક્રાઇમ સપોર્ટ પર ઉતારેલો છે.અને આજ વિડીયો પીળોની ફરિયાદનો મુખ્ય દસ્તાવેજી પુરાવો છે. વીડિયોમાં ઠગ ભુવાઓ તેમજ પરિવારના સભ્યો દેખાય છે એક યુવા ભુવો ધુણતો દેખાય છે. જેની સામે થાળમાં 500 - 500 નોટોના બંડલ સાથે ચલની નોટો અને કંકુ ચોખા દેખાય છે.આ વીડિયો સ્પષ્ટ પુરાવો આપે છે કે આરોપી ભુવાઓ અહી આવ્યા હતા, ધુણ્યા હતા,પીડિતો ને દેવદુઃખ નો ભય બતાવી છેતર્યા હતા અને લાખોની રકમ પડાવી હતી.

179
24375 views

Comment