logo

લીમખેડા તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામા સરકારી કર્મચારીઓની જેમ ટેબલ ઉપર બેસી નકલી કર્મચારીઓ કામગીરી કરતા હોવાનો વિડીયો સોશીયલ મિડીયામા વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.

લીમખેડા

લીમખેડા તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામા સરકારી કર્મચારીઓની જેમ ટેબલ ઉપર બેસી નકલી કર્મચારીઓ કામગીરી કરતા હોવાનો વિડીયો સોશીયલ મિડીયામા વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં નકલી કચેરી નકલી જમીન એને કરવાના કૌભાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો લીમખેડામાં તાલુકા પંચાયત બાંધકામ શાખામાં સરકારી કર્મચારીઓની જેમ ટેબલ ઉપર અનઅધિકૃત વ્યક્તિઓ કામગીરી કરતા નજરે પડી રહ્યા છે તાલુકા પંચાયતની બાંધકામ શાખા માંથી કરોડો રુપીયાના વિકાસના કામો નો વહીવટ થતો હોય છે ત્યારે આવા મહત્વના ટેબલ ઉપર જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓના બદલે અનઅધિકૃત વ્યક્તિઓ સરકારી કર્મચારીઓની જેમ ટેબલ ઉપર બેસીને કોમ્પ્યુટર મા તેમજ સરકારી રેકર્ડ માં લખતા જોવા મળી રહ્યા છે તેઓ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મુદ્દો ચર્ચા ની એરણે ચડ્યો છે તાલુકા પંચાયત ના આ મહત્વના ટેબલ ઉપર સરકારી કર્મચારીઓની જેમ આ બંને અનઅધિકૃત વ્યક્તિઓ વર્ષોથી કામગીરી કરી રહ્યા છે તો સરકારી દસ્તાવેજી રેકડોમાં તેઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી ની તપાસ કરવામાં આવે તો નકલી કામગીરી પણ બહાર આવે તો તેમાં કોઈ નવાઈ પામવા જેવું નહીં હોય.
બાંધકામ શાખામા અનઅધિકૃત વ્યક્તિઓ કેટલા સમયથી સરકારી કર્મચારીની જેમ કામગીરી કરે છે તે તપાસનો વિષય છે. બાંધકામ શાખામાં એક અમઈ એ. આર ગામીત અને તેની સાથે બે અન્ય આઉટસોર્સિંગ મારફતે બે ટેકનિકલ આસિસ્ટન્ટનો ફરજ બજાવે છે જેમાં ભાસ્કર પ્રજાપતિ અને રાહુલ ડામોર નો સમાવેશ થાય છે લીમખેડા તાલુકા પંચાયતની બાંધકામ શાખામાં અન્ય કોઈપણ કર્મચારી કે વ્યક્તિ સરકારી રેકર્ડ કે કોમ્પ્યુટરની કામગીરી કરવા માટે અધિકૃત નથી ત્યારે આ વીડિયોમાં દેખાતા અનઅધિકૃત વ્યક્તિઓ નામે હસમુખ ધોબી અને મગનભાઈ નામના બે વ્યક્તિઓ સરકારી રેકડમાં લખતા તેમજ કોમ્પ્યુટરમાં કામગીરી કરતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે આ વિડીયો બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે આ બંને વ્યક્તિઓ બાંધકામ શાખામાં વર્ષોથી સરકારી કર્મચારી વતી કામગીરી કરી રહ્યા છે અને આ લોકોને બાંધકામ શાખાના અમઈ દ્વારા વહીવટદાર તરીકે રાખવામાં આવ્યા હોય તેવી ચર્ચાઓ હાલ ખાનગી સૂત્રો પાસેથી જાણવા મળી છે ત્યારે આ અનઅધિકૃત લોકો કોના આશીર્વાદ થી વહીવટી કામગીરી કરી રહ્યા છે તે તપાસમાં વિષય છે.

19
2517 views
1 comment  
  • Bhuriya Rakeshbhai Jotiyabhai

    Thanks