રાજકોટ બાલાશ્રમ મા નિરાશ્રિત તરીકે ઉછરતા કુલ ૭ જેટલા બાળકો ને માતા પિતા ની તલાશ છે.
રાજકોટ
માતા પિતા ની આંગળી પકડી ને ચાલતા હોય, ટ્રેન માં બેઠા હોય કે અન્ય કોઈ સ્થળે કે કોઈ પણ સંજોગોમાં માં-બાપથી, વાલી વારસથી વિખુટા પડી ગયેલા કુલ-૭ જેટલા બાળકોને તેમના માં -બાપની તલાશ છે.
આ બાળકો રાજકોટ ગોંડલ રોડ સ્થિત કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમા છેલ્લા બે વર્ષથી માંડીને ત્રણ મહિના પહેલા સુધીમા જુદી જુદી સંસ્થાઓ, તથા એજન્સીઓ દ્વારા સોંપવામાં આવેલ છે. આ બાળકોને તેમના માં -બાપની તલાશ છે.