logo

માંગરોળ મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ સમિતિની આગેવાઆની હેઠળ પુર અસરગ્રસ્તો એ દેખાવો કરી સહાય માટે મામલતદાર તથા TDO ને રજૂઆત કરી.

તારીખ 05.09.2024 ના ગુરુવાર ના રોજ માંગરોલ તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ મામલતદારશ્રી ને ધારદાર રજૂઆતો કરી હાલમાં વરસાદી પુર ની આફત માં અસર ગ્રસ્ત લોકોની યાદી તેમજ સરકારી સહાય માં થતી બેદરકારી વિષે ફરિયાદ કરવામાં આવી તેમજ સિયાલજ ગામ તથા આસપાસ ના વિસ્તારમાં વરસાદી રેલ ના પાણી ફરી વળ્યા પછી લાંબા સમય સુધી ઓસરતાં નથી જેનું કારણ એકસપ્રેસ હાઇવે નું મોટું માટી પુરાણ છે અને અંડર પાસ નાના તેમજ અપૂરતા પ્રમાણમાં બનાવેલ હોય પાણી નો કોઈ નિકાલ નથી જેનું નિરાકરણ લાવવા સરકાર શ્રી ને સ્થાનિક વિકાસ અધિકારીઓ ના માધ્યમ થી રજૂઆતો કરવામાં આવી. આ પ્રસંગે માંગરોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેનપત્ર સુપરત કરવામાં આવ્યું તથા તાલુકા જિલ્લાના કોંગ્રેસી આગેવાનો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી.. વસાવા સાક્ષી ✍

123
4503 views