logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

વીર વાછરા દાદા ની શોભાયાત્રા અને મહાપ્રસાદ નો આનંદ.....

ધામળેજ માં આજ રોજ તારીખ 30/09/2024 ના સોમવાર ના વીર વાછરા દાદા ની ભવ્ય શોભાયાત્રા ધામ ધુમ થી કાઢવા માં આવી હતી
શોભાયાત્રા માં ધામળેજ ગામ તમામ આગેવાનો તથા નાના મોટા ભાઇ ઓ તથા બહેનો સાથે મળીને શોભાયાત્રા માં જોડાયા હતા.
તેમજ ધામળેજ ગામ માં વીર વાછરા દાદા નું મંદિર આવેલું છે જ્યાં અઢારે વરણ‌ ના નીવેદ લેવા મા આવે છે
તથા આ વીર વાછરા દાદા ની લોકો ની શ્રધ્ધા થી માનતા પણ માનવામાં આવે છે કોય ને સાપ,કુતરું વગેરે કય કરડીયુ હોય એના માટે માનતા માનવામાં આવે છે.
અને ભાદરવા મહિના ના છેલ્લા સોમવારે વાછરા દાદાની ભવ્ય શોભાયાત્રા તથા સાંજે પાચ વાગે સમસ્ત ધામળેજ ગામ સાથે રહીને પ્રસાદ ગ્રહણ કરે
ત્યાર બાદ રાત્રી નવ વાગે દર વર્ષે ની જેમ ભવ્ય સંતવાણી નું આયોજન પણ કરવામાં આવશે
આવી રીતે ધામળેજ ગામ ની એક્તા કાયમી માટે રહે છે

150
12952 views

Comment