logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

નડીયાદમાં ત્રણ બાળકી પર દુષ્કર્મ કરનારા આધેડની પેનડ્રાઈવમાંથી પોર્ન વીડિયો મળ્યાં, પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

વસોના એક ગામમાં ત્રણ બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યાના ચકચારી બનાવમાં પકડાયેલા આધેડ ચાર દિવસના રિમાન્ડ પર છે. ત્યારે આધેડ બાળકીઓના વીડિયો ઉતાર્યા બાદ બ્લેક મેલિંગ કરી અવારનવાર દુષ્કર્મ આચરતો હોવાનું પોલીસ તપાસમાં ખૂલાસો થયો છે. જોકે, પોલીસ આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

વસોના એક ગામના 54 વર્ષીય ચંદ્રકાંત પટેલ દ્વારા બાળકીઓ ઉપર કરાયેલા દુષ્કર્મની બાબતે એક તરફ જ્યાં જિલ્લામાં સામાન્ય નાગરિકોમાં રોષ ફેલાયો છે. ત્યારે હવે પોલીસ તંત્રએ પણ આ મામલે મૌન ધારણ કરી લીધું છે. હાલ તો પોલીસે નડિયાદની પોક્સો કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. હાલ આરોપી રિમાન્ડ પર છે. ત્યારે પોલીસને કેસને લગતી ઘણી કડીઓ તેમજ પુરાવા મળ્યા છે. જેમાં આરોપીના ઘરેથી ટીવીમાં લગાવેલી એક પેનડ્રાઈવ જપ્ત કરાઈ છે. જેમાં પોર્ન વિડિયો મળી આવ્યા છે.
ઉપરાંત ચંન્દ્રકાંત પટેલની ઉલટ તપાસ કરાતા ઘણી બધી બાબતો પરથી પડદો ઊંચકાયો છે. જેમાં પોલીસની તપાસમાં ચંન્દ્રકાંત પટેલ બાળકીઓ સાથે દુષ્કર્મ તો આચરતો પણ સાથે સાથે તેના વિડિયો પણ મોબાઈલમાં કેપ્ચર કરી બાળકીઓને બતાવી બ્લેકમેલ કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે બાબતે પોલીસને? નક્કર પુરાવા હાથ લાગ્યા છે.

જે મોબાઇલ દ્વારા અન્ય કોઈને શેર કર્યા છે કે કેમ વિડિયો તેમજ અન્ય બાબતો અંગે તપાસ પોલીસ કરી રહી છે. તો વળી પોલીસે પણ રિમાન્ડ દરમિયાન ઘટનાનું રિકન્ટ્રક્શન કરવાની તૈયારી બતાવી છે.

148
8310 views

Comment