logo

ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા આદ. શ્રદ્ધેય ડો. પ્રણવ પંડ્યાજીના જન્મદિવસની શાનદાર ઉજવણી.

-અહેવાલ અનિલભાઈ રાવલ વડોદરા.

*શ્રદ્ધેય પ્રણવજીના જન્મદિવસ ચેતના દિવસે સ્નેહ સુમન અર્પણ*

*વડોદરા ગાયત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠ વરેણ્યં યુથ ગૃપ શહેર સમન્વય સમિતિ દ્વારા*
ગુરુદેવ ના વરદ પુત્ર આદરણીય શ્રદ્ધેય ડોક્ટર પ્રણવ પંડ્યાજી નો જન્મદિવસ ચેતના દીવસ રુપ ચૌદશ પર સ્નેહ સુમન અર્પણ કરતા યુવા પ્રકોષ્ઠ - વરેણ્યં યુથ ગૃપ સમન્વય સમિતિ દ્વારા જશોદબા ચેરીટેબલ ટ્રસ્ટ વૃધ્ધાશ્રમ ઘાયજ તા.પાદરા વડોદરા મા નિરાધાર વડીલો વૃધ્ધ માતા પિતા ઓ સાથે દીપોત્સ પર્વ ની ઉજવણી કરવામાં આવી વરિષ્ઠ કાર્યકરતા પદ્માબેન કોરડે દ્વારા બેહનો ને સાડી અને વડીલ ભાઈ ઓ ને કુર્તા નવા વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા હતા તેઓ ને રમતો રમાડવામાં આવી સાથે વરેણ્યં યુથ ગૃપ ના વરિષ્ઠ યુવા શ્રી અમિતભાઈ પુરોહિત - દ્વારા મોહનથાળ , પુરી શાક, દાળ ભાત ખમણ સ્વાદિષ્ટ ભોજન જમાડી તેઓ ને ફ્રુટ પણ આપવામાં આપેલ
તેઓ ને આનંદ થાય, તેઓ ના ચહેરા ઉપર સ્મિત લાવવા પ્રયત્ન કરવા મા આવેલ તેઓ સ્વસ્થ રહે સુખાકારી જીવન માટે ગાયત્રી મહામંત્ર - મહામૃત્યુંજય મંત્ર દ્વારા પ્રાર્થના કરી સત્સંગ આનંદ કરતા *શ્રદ્ધેય પ્રણવજીના જન્મદિવસ ચેતના દિવસે સ્નેહ સુમન અર્પણ*

153
3350 views