મહેસાણા જિલ્લાના વિસનગર તાલ્લું કા ના આજુ બાજુમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો
મહેસાણા જિલ્લામાં પણ લોકોએ આંચકો અનુભવ્યોમહેસાણા જિલ્લામાં પણ રાત્રે 10.35 કલાકના અરસામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં ખેરાલુ ખાતે પણ ભૂકંપનો આંચકો આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે મહેસાણાના વિસનગર તાલ્લું કા ના ઉમતામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે એકાએક ભૂકંપના આંચકા આવતા ઉમતા ગામના લોકો પોતાના ઘર બહાર દોડી આવ્યા હતા. તેમજ આસપાસના ગામોમાં રહેતા પોતાના સ્વજનોને ભૂકંપના આંચકા અંગે પણ પૂછપરછ કરતાં જોવા મળ્યા હતા. મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ અને વિસનગર તાલુકાના આજુ બાજુના ગામે પણ ભૂકંપનો આંચકો આવતા ગામના લોકો પોતાના ઘર બહાર દોડી આવ્યા હતા.