‘નકલી’નો સિલસિલો હવે પોલીસ ખાતા સુધી પહોંચ્યો
અમરેલીમાં ખાખી વર્દીમાં ફરતો નકલી પોલીસ જમાદાર પકડાયો
અમરેલી,બુધવાર
‘નકલી’નો સિલસિલો હવે પોલીસ ખાતા સુધી પહોંચ્યો
અમરેલીમાં ખાખી વર્દીમાં ફરતો નકલી પોલીસ જમાદાર પકડાયો
અમરેલી,બુધવાર
રાજ્યમાં નકલી આઈપીએસ, જજ સહિતના નક્લીઓ ઝડપાયા બાદ અમરેલી શહેરમાં નકલી પોલીસ જમાદાર બનીને આંટા મારતો એક શખ્સ ઝડપાયો હતો.
મૂળ તાપી જિલ્લાનાં શખ્સ પાસેથી પોલીસ યુનિફોર્મ, ટોપી, બકલ વગેરે કબજે કર્યાં
આ શખ્સ એલસીબીની નજરે ચડતા શંકાના આધારે તેની પૂછપરછ કરવામાં આવતા પોલીસ ન હોવાની માહિતી સામે આવી હતી.જેથી મૂળ તાપી જિલ્લાના ચિતપુર ગામના રહેવાસી ઉમેશ રાહુલભાઇ વસાવા નામના ૩૧વષીય શખ્સની પોલીસે અટકાયત કરી હતી અને અન્ય વ્યક્તિઓ સાથે કોઈ છેતરપીંડી કે ફ્રોડ કરવામાં આવ્યો છે કે કેમ
/ તે દિશામાં તપાસ શરૂ કરી હતી.જોકે હાલની તપાસમાં કોઈ ફ્રોડ ન થયો હોવાનું પોલીસે માહિતી આપી હતી.
તેની પાસેથી ગુજરાત પોલીસનો યુનિફોર્મ,પોલીસ કેપ,બેલ્ટ,બુટ તથા મોબાઈલ ફોન,રૂ.૧૦૦૦ રોકડ મળી કુલ રૂ. ૪૦૦૦નો મુદ્દામાલ કબ્જે કયો હતો અને આ શખ્સની સઘન પુછપરછ શરૂ કરવામાં આવી હતી.