logo

સુરત,ઐતિહાસીક કિલ્લા ખાતે આર્ટ ગેલેરી કમ એક્ઝિબીશન હોલમાં તા. ૨૩ થી ૩૦ નવેમ્બર, ૨૦૨૪ સુધી વિનામૂલ્યે નિહાળી શકશે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત ઐતિહાસીક કિલ્લા સ્થિત આર્ટ ગેલેરી તા. ૨૩ થી ૩૦ નવેમ્બર, ૨૦૨૪ સુધી હેરિટેજ વિક નિમિત્તે સુરતના વિરલ ઈતિહાસ અને ધરોહરને દર્શાવતા હેરિટેજ પ્રદર્શન આયોજન કરવામાં આવેલ છે. આ પ્રદર્શનમાં સુરત શહેરના નગરજનોને સુરતનો ઈતિહાસ, સ્થાપત્યકલા, ધરોહર વિગેરેથી અવગત કરાવવા વિશેષરૂપે તૈયાર કરેલી પેનલો, સુરતના મકાનોનો વૈભવી વારસો દર્શાવતી કાષ્ઠકળા (લાકડાની કોતરણી)માં બનેલા બ્રેકેટ્સ, મોટીફ, કાષ્ટશિલ્પ અને પેનલો પ્રદર્શિત કરવામાં આવેલ છે. મુલાકાતીઓ આ પ્રદર્શન ઐતિહાસીક કિલ્લા ખાતે આર્ટ ગેલેરી કમ એક્ઝિબીશન હોલમાં તા. ૨૩ થી ૩૦ નવેમ્બર, ૨૦૨૪ સુધી વિનામૂલ્યે નિહાળી શકશે.
પ્રદર્શનનો સમય: સવારે ૧૦:૩૦ થી ૦૫:૩૦ કલાક
(તા. ૨૫ નવેમ્બર, ૨૦૨૪ના રોજ કિલ્લો તથા પ્રદર્શન બંધ રહેશે.)

26
9074 views