
e-GujCop મોબાઈલ પોકેટકોપ એપ્લિકેશનની મદદથી વાહન ચોરીના બે ગુના ઉકેલી ચોરીની ૩ મોટરસાયકલ સાથે આરોપી મેહુલ ઉર્ફે એસીડ રાઠોડને ઝડપી લેતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ. સી. બી પોલીસ તથા પેરોલ ફર્લો સ્કોડ
પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી તથા પેરોલ ફલો સ્ક્વોડ ના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા એલ.સી.બી શાખાના એલ.જી.રાઠોડ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર,તથા એમ.આર.શકોરીયા, પોલીસ સબ ઈન્સ, એલ.સી.બી પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી, ટેકનીકલ દીશામાં તથા અંગત હ્યુમન શોર્શીસ દ્વારા ચોક્કસ દીશામાં વર્કઆઉટ કરી, સુરત ગ્રામ્ય જિલ્લામાં વાહન ચોરીથી પ્રભાવીત વિસ્તારમાં અલગ ખલગ આંતરીક રસ્તાઓ ઉપર સરપ્રાઈઝ વાહન ચેકીંગ કરી સર્ચ ઓપરેશન હાથ પરેલ, દરમ્યાન મહુવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમ્યાન એક શંકાસ્પદ ઈસમ મોટર સાઈકલ સાથે ઝડપી પાડી, e-Gujcop મોબાઈલ પોકેટકોપ એપ્લીકેશન માં વાહન નંબર તથા વ્યક્તિ તપાસના આધારે સર્ચ કરી જરૂરી માહિતી એકત્રીત કરતા પકડાયેલ શંકાસ્પદ ઈસમના કબ્જાની મોટર સાયકલ અન્ય વ્યક્તિના નામે હોય જેથી સદર ઈસમની વાહન માલીકી બાબતે યુક્તિ પ્રયુક્તિ પાસે સઘન ઉલટ પુછપરછ કરતા પકડાયેલ ઈસમ ભાંગી પડેલ અને પોતાના કબ્જામાંથી મળેલ મોટર સાયકલ બે દીવસ અગાઉ બારડોલી સરદાર ચો
વિસ્તારમાથી ચોરી કરેલ હોવાનું અને ચોરીની મોટર સાયકલ વેચાણ કરવા માટે નીકળેલ હોવાનું જણાવેલ,જેથી પકડાયેલ ઈસમની વધુ યુક્તિ પ્રયુક્તિ દ્વારા સઘન પુછપરછ હાથ ધરેલ જેમાં આરોપીએ આ અગાઉ અઠવાડીયા અગાઉ કામરેજ તાલુકાના નવાગામ વિસ્તારમાથી એક હોન્ડા સી.ડી ડીલક્ષ મોટર સાયકલ ચોરી કરેલ હતી અને જે મોટર સાયકલ બારડોલી સુરતી ઝાપા વિસ્તારમાં છુપાવી મુકી રાખેલ હોવાનું તથા બારડોલી વિસ્તારમાંથી એક મોટર સાયકલ ચોરી કરેલ હતી જે મહુવા વિસ્તારમાં મુકેલ હોવાનું જણાવતા આરોપીને સાથે રાખી તમામ જગ્યાઓ ઉપર તપાસ કરી આરોપીએ ચોરી કરી છુપાવેલ અન્ય બે મોટર સાયકલ રીકવર કરવામાં આવેલ, જે બાબતે e-GujCop મોબાઈલ પોકેટકોપ એપ્લીકેશનની મદદથી તપાસ કરતા આરોપીએ કરેલ મોટર સાયકલ ચોરી બાબતે કામરેજ તથા બારડોલી ટાઉન પો.સ્ટે માં વાહન ચોરીના ગુનાઓ દાખલ થયેલ હોવાનું જણાઈ આવતા તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપી વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ચોરી કરનાર આરોપી :- મેહુલ ઉર્ફે એસીડ શંકરભાઈ રાઠોડ, ઉ.વ.૧૯ ધંધો-મજુરી રહે અદિયાપુર, ગાંધીનગર ફળીયુ તા વાલોડ જી.તાપી