logo

ગુજરાતના જૂનાગઢ તાલુકાનાં બિલખા ગામે કુલ પાંચ દિકરા દિકરીઓના લગ્ન પોતાના સંપૂર્ણ ખર્ચે કરાવી આપતો મોદી પરીવાર

બિલખા, તા.૨૨/૧૨/૨૦૨૪,
અક્રમ સોઢા દ્વારા...
આજરોજ ગુજરાત રાજ્યના જૂનાગઢ તાલુકાનાં બિલખા ગામે રહેતા હાજી અલ્લારખાભાઇ બોદુભાઇ મોદી તથા તેમના દિકરાઓ દ્વારા પોતાના ખર્ચે કુલ પાંચ દિકરા દિકરીઓના લગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમા કુલ પાંચ દિકરીઓને કરિયાવર તથા જમણવાર સહિત તમામ ખર્ચ સાથે લગ્ન કરાવી આપેલ હતા.
આ પ્રસંગે અમરેલી થી પીરે તરીકત સૈયદ નિઝામુદ્દીન બાપુ ચિશ્તી તથા બિલખા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી દુલ્હા તથા દુલ્હનો ને દુવાઓ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બિલખા ગામે રહેતા હાજી અલ્લારખાભાઇ બોદુભાઇ મોદી એ તેમના દિકરા હાજી અયુબભાઇ ને ત્યાં જો દિકરા નો જન્મ થાય તો ૧૦ ગરીબ‌ પરીવાર ની દિકરીઓના સંપૂર્ણ ખર્ચ સાથે લગ્ન કરાવી આપવાની માનતા કરેલ હોય બાદ તેમના દિકરા હાજી અયુબભાઇ ને ત્યાં દિકરા નો જન્મ થતાં જેમાં આજથી ત્રણ વર્ષ પહેલા કુલ ૩ દિકરીઓના લગ્ન કરાવી આપેલા બાદ આજ રોજ કુલ પાંચ દિકરીઓના લગ્ન પોતાના સંપૂર્ણ ખર્ચે કરાવી આપેલ‌ છે. જેમાં અમરેલી થી પીરે તરીકત સૈયદ નિઝામુદ્દીન બાપુ ચિશ્તી તથા બિલખા ગામમાં મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દુલ્હા તથા દુલ્હનો ને દુવાઓ આપી હતી.

259
8208 views