logo

દાંતીવાડા તાલુકાના ઉતમ્પુરા (ડાંગિયા) આંગણવાડી કેન્દ્ર -2 માં વાઘરોલ સેજા ની આંગણવાડી કાર્યકર બેનો દ્વારા આજ રોજ પોષણ ઉત્સવ ને પોષ્ટિક વાનગી સ્પર્ધા -2025નો કાર્યક્રમ યોજવામાં આવ્યો....

આજ રોજ દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા (ડાંગિયા) ખાતે આઇ.સી.ડી.એસ. મહિલા ને બાળ વિકાસ વિભાગ મંત્રાલય દ્વારા પોષણ ઉત્સવ ને પોષ્ટિક વાનગી સ્પર્ધા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..જેમાં દાંતીવાડા તાલુકાના વાઘરોલ સેજા ની 40 આંગણવાડી કાર્યકર બહેનો એ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ મા આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ને કાર્યકમ ને આગળ વધારવા માં આવ્યો હતો

આ કાર્યક્રમ મા હાજર રહેલા મહાનુભાવો ડાંગીયા ડેપ્યુટી સરપંચ શ્રી પરથીભાઇ , T.H.O હેલ્થ ઓફિસર ભેદરૂ સાહેબ , મેડિકલ ઓફિસર ભગવતીબેન, F.S.W સુપરવાઇઝર રુક્યા બેન, C.D.P.O જશીબેન, N.M.M , રણજીતભાઇ , ઉત્તમપુરા ડાંગીયા ના ડેરી ના મંત્રી શ્રી પ્રવીણભાઈ વાઘરોલ સેજા ના સુપરવાઇઝર વીણાબેન ડામોર ને ગ્રામ જનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતાં..
ને બાળકો ને આપવા મા આવતા પેકેટ માં થી વાનગી બનાવી ને ખવડાવવા થી બાળક પોષ્ટિક ને તંદુરસ્ત બને છે જેની ગ્રામ જનો ને માતાઓ ને સમજણ આપવા મા આવી હતી..
ત્યાર બાદ વાનગી નિદર્શન કરવામાં આવ્યું મિલ્ટેન ને T.H.R દ્વારા એક થી ત્રણ નંબર આપી જે બેન શ્રી નો નંબર આપવા મા આવ્યો હતો એમને પ્રમાણપત્ર આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતાં...
આ કાર્યકમ નું આયોજન આંગણવાડી કાર્યકર વીણાબેન જોશી , ને ડાંગીયા ની આંગણવાડી કાર્યકર બેનો દ્વારા આ કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું હતું..
ત્યાર બાદ વીણાબેન ડામોર મુખ્ય સેવિકા દ્વારા કાર્યકમ ની આભાર વિધિ કરી કાર્યક્રમ ને પુર્ણ જાહેર કરવામાં આવ્યો હતો...

અહેવાલ
ભાનુ શ્રીમાળી
દાંતીવાડા (બનાસકાંઠા )

172
7571 views