logo

જેતપુર તાલુકા પો.સ્ટે. વિસ્તાર માંથી દેશી દારૂની ભઠી સાથે ત્રણ ઈસમોને કુલ મુદામાલ કી.રૂ.૧,૫૪,૬૦૦/- સાથે પકડી પાડતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી. અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક શ્રી. હિમકરસિંહ સાહેબ નાઓએ જીલ્લામાં ચોરી છુપેથી ચાલતી ગેરકાયદેસર અસામાજીક પ્રોહીબીશનની પ્રવૃતીઓને ડામી દેવા વધુને વધુ કેશો શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે સુચના અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.કે.એમ.ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર ના ચારણ સમઢીયાળા ગામની સીમમાં આવેલ સુરવો ડેમના કાંઠે દેશી દારૂની ભઠી સાથે ત્રણ ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓ

(૧) જેઠાલાલ નારણભાઇ ચાવડા, રહે.ખારચીયા, તા.જેતપુર

(૨) વીવેકભાઇ ધનજીભાઇ હળવદીયા, રહે.બોરડી સમઢીયાળા તા.જેતપુર

(૩) આશીષ પ્રવીણભાઇ વઘાસીયા, રહે. જેતપુર તા.જેતપુર

પકડવાના બાકી આરોપીઓ

(૪) સરોજબેન ડી/ઓ નારણભાઈ મકવાણા, રહે.બોરડી સમઢીયાળા તા.જેતપુર

કબ્જે કરેલ મુદામાલ

(૧) દેશી દારૂ લીટર ૫૦ કિ.રૂ. ૧૦,૦૦૦/-

(૨) દારૂ બનાવવાનો આથો લીટર ૧૦૦૦ કી.રૂ. ૨૫,૦૦૦/-

(૩) ભઠીના સાધનો કી.રૂ. ૪૬૦૦/-

(૪) મોબાઈલ નંગ ૩ કી.રૂ. ૩૫,૦૦૦/-

(૫) મો.સા. નંગ ૨ કી.રૂ.૮૦,૦૦૦/- કુલ મુદામાલ કી.રૂ. ૧,૫૪,૬૦૦/-

કામગીરી કરનાર ટીમ-

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી. વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.શ્રી.કે.એમ.ચાવડા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એચ.સી.ગોહીલ તથા પો.સ.ઈ.શ્રી પી.એન.ટોટા તથા એ.એસ.આઈ. બાલકૃષ્ણભાઇ ત્રિવેદી અનીલભાઈ બડકોદીયા, તથા પો.હેડ.કોન્સ. નિલેશભાઈ ડાંગર, દિવ્યેશભાઈ સુવા, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર, શક્તીસીંહ જાડેજા, અરવીંદસીહ જાડેજા, પો. કોન્સ. કૌશીકભાઈ જોશી, ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઈ શેખ

0
112 views