કાર્યવાહી: ડીસા તાલુકા પોલીસ દ્વારા દારૂના જથ્થાનો નાશ કરાયો
ડીસા તાલુકા પોલીસની હદમાંથી વર્ષ 2023-24 દરમિયાન ઝડપાયેલા રૂપિયા 54,03,614 વિદેશી દારૂની 16889 બોટલનો કોર્ટના આદેશથી કાતરવા ગામના હેલીપેડ ખાતે મંગળવારે નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ડીસા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેહાબેન પંચાલ, ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકી તેમજ નશાબંધી અધિક્ષક પાલનપુર, ડીસા રૂરલ પીઆઈ વી.જે. પ્રજાપતિ હાજર રહ્યા હતા.