આયોજન: વીમો પકવવાના ષડયંત્રનો પર્દાફાશ કરાતાં એસપીને LIC એ 50 હજારનું ઈનામ અપાયું
• એલઆઇસી દ્વારા પોલીસવડાને ઈનામ આપી સન્માનાયા• ધનપુરાના શખ્સે વીમો માટે પકવવા મોતનું તરકટ રચ્યું હતુબનાસકાંઠા પોલીસે એલઆઇસીના રૂપિયા 1.26 કરોડ બચાવતાં પોલીસવડાને રૂપિયા 50 હજારનું ઇનામ આપ્યું હતુ. જીલ્લા પોલીસવડાએ રકમ પોલીસ વેલફેરમાં જમા કરાવી હતી. વડગામના ધનપુરાના હોટલ માલિક દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરશનસિંહ પરમારે પોતાનો રૂપિયા 1.26 કરોડનો એલઆઇસીનો વીમો પકવવા માટે પોતાના મોતનું તરકટ રચી હોટલના નોકરની હત્યા કરી કારમાં મૃતદેહ સળગાવી દીધો હતો. જોકે, બનાસકાંઠા પોલીસે સમગ્ર ષડયંત્રનો પર્દાફાસ કરી એલ.આઇ.સીના રૂપિયા 1.26 કરોડ બચાવ્યા હતા.જે બદલ જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાને એલ. આઇ. સી. દ્વારા રૂપિયા 50,000નું ઇનામ અપાયું હતુ. આ રકમ તેમણે પોલીસ વેલફેર ફંડમાં જમા કરાવી હતી.