logo

ડીસા ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એબીવીપી દ્વારા રજુઆત કરાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડીસા નગર દ્વારા આજરોજ ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવાની બાબત ધ્યાનમાં આવતા વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડાં ના થાય તે માટે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદેદારો અને કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં એકત્રિત થઈ ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલને ઉગ્ર થી ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને વિદ્યાર્થીઓના એડમીશન રદ કરતા કોલેજ પ્રશાસનને અટકાવવામાં આવી. તેની સાથે યુનિવર્સીટી યુથ ફેસ્ટિવલમાં પણ ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓને મૂકીને અમુક પ્રોફેસરોના વહાલા વિદ્યાર્થીઓને લઈ જતા તે બાબતે કોલેજની કલ્ચરલ કમિટીને પણ કડક શબ્દોમાં કહેવામાં આવતા કૉલેજ પ્રશાસન દ્વારા આજ ના વિદ્યાર્થીઓને લાગતા તમામ પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવ્યો. તેની સાથે કોલેજની ફીસ ભરવાની તારીખ પણ ૧૦-૩- ૨૦૨૫ સુધી વધારવામાં આવી. આમ આજ રોજ વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોનું નિરાકરણ આવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડીસા નગર દ્વારા સફળ રજૂઆત કરવામાં આવી.

8
4687 views