logo

એંકર : કરજણ તાલુકાના ઓસલામ ગામે કેબિનમાં બેસીને ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચતો હોય તેવો વિડિયો વાયરલ થતાં કરજણ પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

એંકર : કરજણ તાલુકાના ઓસલામ ગામે કેબિનમાં બેસીને ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચતો હોય તેવો વિડિયો વાયરલ થતાં કરજણ પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

વી.ઓ : કરજણ પોલીસ સ્ટેશન ના વલણ આઉટ પોસ્ટ ની હદ વિસ્તારમાં આવેલ ઓસલામ ગામે કેબિનમાં બેસીને ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચી રહેલા ઈસમોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.આ વાયરલ વીડિયોમાં એક કેબિનમાં બે ઈસમો બેઠેલા દેખાય રહ્યાં છે, તે પૈકીનો એક ઇસમ વિદેશી દારૂના ક્વાટ્રિયા કેબિનની બહાર ઉભેલા એક ઇસમ આપી રહ્યો હોય,તેમ દેખાઈ રહ્યું છે,ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઓસલામ ગામે ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચાતો હોય,તેવો વિડિયો વાયરલ થતાં કરજણ પોલીસ ની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.ત્યારે જે પ્રકારે અસામાજિક પ્રવુતિઓ સાથે સંકળાયેલા લોકોના જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે,તે જ પ્રકારે કરજણ પોલીસ દ્વારા ઓસલામ ગામે ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચતા ઈસમો સામે યોગ્ય કાર્યવાહી કરી,જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તે પણ અતિ જરૂરી બનવા પામ્યું છે.

0
255 views