logo

*મહિસાગર જિલ્લા ના સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામે ડીએનટી(વાદી) જાતિના લોકો ના સ્મશાન ઘાટ પર પંચાયતના કેહવાથી આવવા જવાનો રસ્તો બંધ કરી ફેન્સીંગ ના તારની વાડ કરતુ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ.*

મહિસાગર જિલ્લા ના સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામે વર્ષોથી વાદી જાતિના લોકો રહે છે આ જાતિમા કોઈ પણ નુ મૃત્યુ થાય તો અંતિમ સંસ્કાર તરીકે દફન વિધી કરવામા આવે છે તેઓની જે જમીન પર ત્યા સમાધિ આવેલી છે ત્યા પંચાયતના કહેવાથી ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ વિભાગના માણસો દ્વારા ફેન્સીંગના તારની વાડ કરી દેવામા આવી છે હવે ત્યા કેવી રીતના આવવુ જવુ તે મોટો પ્રશ્ન ઊભો થયો છે શુ આ જમીન વૃક્ષો અને જાડવાઓ માટે હોય તો મનુષ્યના સ્મશાન ઘાટ માટે કેમ નઈ?આ તે કેવી સીસ્ટમ છે કે તેમને અન્યાય દેખાતો નથી વિચરતી વિમુકત જાતીઓ ના લોકો પ્રત્યે અન્યાય કરવામા આવે છે દમન કારી નીતિ અપનાવામા આવે છે તાત્કાલીક ધોરણે આ લોકોને ન્યાય આપવા માટે આ જમીન પર ફેન્સીંગ હટાવી સ્મશાન ઘાટ નો રસ્તો અને જમીન પરનો કબજો હટાવવા માટે રજુઆત અને માંગ છે.અને કાયદેસર ની કાર્યવાહી કરવામા આવે તેવી નમ્ર વિનંતી છે.ખરેખર માનવાઅધિકાર નુ હનન કરવામા આવે છે સિસ્ટમ અને સિસ્ટમ મા બેઠેલા લોકો દ્વારા આ એક અનએજયુકેટેડ સમુદાય હોવાથી અને કોઈ રાજનૈતિક ભાગીદારી ન હોવાથી અવાજ ઉઠાવી શકતા નથી તેથી તક નો લાભ લઈ વર્ષો થી માલિકી ની જમીન હોવા છતા અને તેમને આપવાને બદલે પંચાયત ધ્વારા અંધારામા રાખી સરકાર હસ્તક કરી દેવડાવવાનુ આખુ શડયંત્ર રચવામા આવેલ છે પંચાયત દ્વારા શામ દંડ ભેદ ની નીતી અપનાવીને વર્ષો થી જયા તેમનો અવરજવર નો રસ્તો હતો તે બંધ કરી આગળ કોટ કરી દેવામા આવેલ છે 1985 મા પંચાયત દ્વારા જમીન આપવાને શરતે વેરો પણ વસુલ કરવામા આવ્યો હતો તેમ છતા તેમને એમનો હક્ક આપવામા આવ્યો નથી જમીન આપવામા આવી નથી અને પોતાની જ જમીન પર એમને બેદખલ અને જમીન વિહોણા કરી દેવામા આવ્યા છે આ મા જે પણ દોષિત હોય તેમના ઉપર સખતમા સખત કાર્યવાહી કરવામા આવે તેવી અમારી સરકારને રજુઆત છે અને અમારી ગુજરાત સરકારને પણ રજુઆત છે કે આ સમુદાયો *De-notified & nomadic Tribes (dnt)વિચરતી અને વિમુકત જાતીઓ માટે ડીએનટી સ્પેશિયલ પ્રોટેક્શન એક્ટ* ની જોગવાઇ કરવામા આવે કે જેથી કરીને તેમના મુળભુત માનવાઅધિકારોનુ રક્ષણ થઈ શકે..
*#justice* *#fightforhumenright** *#voiceofdnt*
*#De-notified&nomadictribes*

129
2900 views