વિદ્યાનગર ખાતે બંધારણીય મૂલ્યો આધારિત યુવા નેતૃત્વ તાલીમ યોજાઈ
માર્ચ દમિયાન આશાદીપ વિદ્યાનગર ખાતે બંધારણીય મૂલ્યો આધારિત દ્વી દિવસીય યુવા નેતૃત્વ તાલીમ યોજાઈ હતી જેમાં ખેડા જિલ્લાના ૨૨ જેટલા યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. દૃષ્ટિ ડોન બોસ્કો કપડવંજ દ્વારા આયોજિત આ તાલીમમાં ફાધર મયંક પરમાર અને હસમુખ ક્રિશ્ચિયને તાલીમકાર તરીકેની ભૂમિકા ભજવી હતી. બે દિવસ ચાલેલ આ કાર્યશાળામાં માનવીય મૂલ્યો, બંધારણીય મૂલ્યો, દેશની શાસન વ્યવસ્થા અને નેતૃત્વ જેવા વિષયોની વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે દૃષ્ટિ સંસ્થાના નિયામક ફાધર પ્રતાપ તથા કોઓર્ડીનેટર શૈલેષ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
મકસુદ કારીગર, કઠલાલ