સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મારવાડી વાસ ભોરોલના વિદ્યાથીઓએ વિધાનસભા સત્રની મુલાકાત લીધી
ભોરોલ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મારવાડીવાસના વિદ્યાથીઓએ ગુજરાત રાજ્યના વિધાનસભા ભવનની મુલાકાત લીધી હતી જેમાં ચાલુ સત્ર પણ નિહાળ્યો હતો. તેમજ વિધાનસભાના અઘ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી મુલાકાત દરમિયાન શંકરભાઈ ચૌધરી સાહેબે બાળકો સાથેપોતાના રમૂજી અંદાજ સવાલો પૂછ્યા હતા ત્યાર બાદ બધા બાળકોને આઇસક્રીમ ખવરાવી આગળના શિક્ષણ માટે તૈયારીઓ થી માહિતગાર કર્યા હતા તેમજ બાળકો ઉજ્જ્વળ ભવિષ્ય ની શુભેચ્છા પાઠવી હતી આ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ દરમિયાન ૮૦ બાળકો તેમજ શાળાના ઈનચાર્જ આચાર્ય શ્રી છગનભાઈ પી.દેસાઈ તેમજ શિક્ષક શ્રી નિકુલસિહ. યોગેન્દ્રસિંહ. મુકેશભાઈ ચૌધરી તેમજ સ્ટાફ સહભાગી બન્યા હતા