logo

રમઝાન ઈદ નિમતે માનવ સેવા ઉદાહરણ: ઉમતા મુસ્લિમ સમાજ ના ખીદમત ગ્રૂપ તરફથી માનસિક વિકલાંગ લોકોને ભોજન સેવા આપી

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામે [31/3/25]: ❤️પવિત્ર રમઝાન ઈદ ના શુભ અવસરે ઉમતા મુસ્લિમ સમાજ તરફથી [અપના આશ્રમ ઉમતા] માં રહેલા માનસિક વિકલાંગ ભાઈઓ- માટે ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉદ્દેશ માનવતાની સેવા અને એકતા ને મજબૂત બનાવવા માટે કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે સંસ્કૃતિ અને ધર્મ અલગ હોઈ શકે, પણ સહાનુભૂતિ અને પ્રેમ બધાના માટે એકસરખા છે.
"સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તે છે જે અન્ય લોકોને લાભ આપે."

આ કાર્ય દ્વારા મુસ્લિમ સમાજે દેશભક્તિ અને સામાજિક એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેમાં બધા લોકો એક સાથે મળીને પ્રેમ અને ભાઈચારા સાથે રહેવા માટે પ્રોત્સાહિત થાય.

આ ભોજન સેવા માટે મુસ્લિમ સમાજના ઉદાર હૃદયના દાતાશ્રી અને ભલામણદાર લોકોનો વિશેષ આભાર. ભવિષ્યમાં પણ આવા કાર્ય થતા રહે તે માટે સૌના સહયોગની અપેક્ષા રાખવામાં આવે છે.

100
3043 views