
બનાસકાંઠા ના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં ૨૧ લોકો હોમાયા.
બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ આગ લાગવાની ઘટનામાં ૧૮ લોકો ના મોત થઈ ગયા છે. કંપનીમાં લાગેલી આગમાં મોત નો અંક વધવાની સંભાવના છે.
બનાસકાંઠાના ડીસામાં આવેલી GIDCમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે.જેમા દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીનો માલિક દીપક સિંધી હજુ ફરાર છે. જો કે માલિક પાસે માત્ર ફટાકડા વેચવાની પરવાનગી હતી.. ફેક્ટરીના માલિકે નિયમ વિરૂદ્ધ જઇને મોટો સ્ટોક ફેક્ટરીમાં રાખ્યા હતો. ફેક્ટરીમાં ગેરકાયદે ફટાકડા બનાવાતા હતા તેવું જાણવા મળેલ છે.માલિકની બેદરકારીને કારણે શ્રમિકોનો જીવ ગયા છે..તો તંત્રની જાણ બહાર આટલી મોટીમાત્રામાં સ્ટોક રાખ્યો હોવાથી અધિકારીઓની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે.
ગૂજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ને ઘટનામાં ૨ લોકોની ધરપકડ કરી હોવાની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી છે. મહત્વનું છે ફટાકડાના ગોડાઉનમાં બોઇલર ફાટતા વિકરાળ આગ લાગી હતી..ફાયરની ટીમે ભારે જહેમત પછી આગ પર કાબૂ મેળવ્યો છે.જો કે કાટમાળમાં શ્રમિકો દબાઇ ગયા છે.. ત્યારે કાટમાળ હટાવીને શ્રમિકોના મૃતદેહ બહાર કઢાઇ રહ્યા છે..ફાયરની ટીમ,૧૦૮ ઇમરજન્સી સેવા, આરોગ્યની ટીમ, અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા. તો કલેક્ટર મિહિર પટેલે પણ ઘટના સ્થળ પર જઇને સ્થિતિની સમીક્ષા કરી.. SDRFની ટીમે ગોડાઉનમાંથી મૃતદેહ બહાર કાઢાવાની કરી છે.તો અનેક સામાજિક સંસ્થાઓ પણ બચાવ કામગીરીમાં જોડાઇ છે.મહત્વનું છે આ તમામ શ્રમિકો મધ્યપ્રદેશના હોવાનું ખુલ્યું છે.મૃતક શ્રમિકોની ઓળખ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. સરકારે મૃતકો પરિવારોને ૪ લાખની તો ઇજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય જાહેર કરાઇ છે.