સજીવન લાઇફ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પાટણજિલ્લા ના ડેર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો....
*સજીવન લાઇફ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો*આજ તા. 02-04-2025 ના રોજ પાટણ જિલ્લા ના ડેર ગામે મંગાજી પનાજી ઠાકોર ના દ્વારકાધીશ ફાર્મ હાઉસ પર 151 જેટલા નાળિયેરીના રોપાના વાવેતર કાર્યક્રમમાં સજીવન લાઇફ ટીમ હાજર રહી હતી. જેમાં જગદીશભાઈ ચૌહાણ, અંકિતભાઇ જોજા, સાગરભાઈ પંડ્યા, સંજયભાઈ ઠાકોર તેમજ કંબોઈ થી કુંવરસિંહ સોલંકી તેમજ ટીમ અને આ સાથે ગામના પ્રતિષ્ઠિત 30 જેટલા ખેડૂતો, સુરેન્દ્રનગર થી દિનશા ઇરીગેશન કંપનીમાંથી દિનેશભાઈ, મીડિયાના પ્રતિનિધિઓ અને ડેર ગામની પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ, શિક્ષિકા બહેનો અને અંદાજિત 120 બાલિકાઓએ નાળિયેરી વાવેતર કાર્યક્રમમાં હાજરી આપી હતી. સજીવન લાઇફ પ્રા.લી જિલ્લા ફિલ્ડ કોર્ડીનેટર જગદીશભાઈ ચૌહાણ દ્વારા બનાસમાં ચાલતા તમામ પ્રોજેક્ટો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને નાળિયેરી વાવેતર અંગે ની પણ તાલીમ આપવામાં આવેલ અને સૌ કોઈએ સાથે મળી હર્ષ અને ઉત્સાહ ભેર નાળિયેરી નું વાવેતર કર્યું. આ ઉપરાંત ઘણા બધા ખેડૂતોએ ઉત્સાહભેર અલગ અલગ પ્રોજેક્ટમાં સજીવન લાઇફ સાથે જોડાશે તેવી ખાતરી પણ આપી હતી. સ્કૂલની બાળાઓ અને શિક્ષકો માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરેલી હતી. અંતે સૌ કોઈ ઉત્સાહની લાગણી સાથે સજીવન લાઇફ નો આભાર વ્યક્ત કરી છુટા પડ્યા.