આજાવાડા પ્રાથમિક શાળા -1 માં ધોરણ 8 ની વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યું
થરાદ તાલુકાના આજાવાડા પ્રાથમિક શાળા -1 માં ધોરણ 8 ની વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો
તારીખ 11/ 4/ 2025 ના રોજ શ્રી આજાવાડા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી પુનમાભાઈ ચૌધરી અને શિક્ષક ગણ ના માર્ગદર્શન હેઠળ ધોરણ 8 નો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિદાય પ્રસંગે આજાવાડા પ્રાથમિક શાળા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ બાળકોના અનુભવો વ્યક્ત કરવામાં આવ્યા હતા અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ને આશીર્વાદ વચન પાઠવ્યા હતા અને ફૂલોથી પુષ્પા વર્ષા કર્યા હતા અને ધોરણ 1 થી 7 સુધીના બાળકો ગીતો રજૂ કર્યા હતા અને એમના વિચારો વ્યક્ત કર્યા હતા અને ધોરણ 8 ના વિદાયને લઈ રહેલા વિદ્યાર્થીઓએ પોતાના વિચાર રજૂ કર્યા હતા અને વિદ્યાર્થીઓ અને વર્ગ શિક્ષકો જાણે દરીયો છલકાય તેવા મોટા મોટા હરખના ઓસુડા વિદાય સમયે જૉવા મળ્યા હતા
અહેવાલ પી જે ચૌધરી