ગુજરાત રાજ્ય ના સુરત જિલ્લા ના બારડોલી માં બાબેન ખાતે ર્ડો. ભીમરાવ આંબેડકર જી ની 134 મી જન્મ જ્યંતીને ગરીબ નિરાધાર વૃદધો ને અનાજ નુ વિતરણ કરી હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવા માં આવી
જય ભીમ મંડળ -બાબેન, બારડોલી, જી. સુરત દ્વારા 14 એપ્રિલ 2025 ના રોજ પરમપુજ્ય વિશ્વરત્ન મહામાનવ ર્ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકર જી ની 134 મી જન્મ જ્યંતી ની ઉજવણી કરવામાં આવી જેમાં જય ભીમ મંડળ-બાબેન આયોજિત ર્ડો. બાબા સાહેબ જી ની જન્મ જ્યંતી ના કાર્યક્રમ માં નિરાધાર, વિધવા, અને અપંગ ભાઈ બહેનોને અનાજ રાશનકીટ આપવામાં આવી.સદર આ કાર્યક્રમ માં શ્રી ભાવેશભાઈ પટેલ (માજી સુરત જિલ્લા પંચાયત પ્રમુખ, બારડોલી સુગર ફેક્ટરી ના ઉપપ્રમુખ )શ્રી ભરતભાઈ પટેલ (ડેપ્યુટી સરપંચ -બાબેન )પૂજ્ય પુનમ બા (કિન્નર સમાજ ના પ્રતિનિધિ )તેમના સાથી બા અને પંચાયત ના સભ્યો તેમજ ગામના દરેક સમાજ ના લોકો હાજર રહ્યા હતા....કાર્યક્રમ ના અંતે જય ભીમ મંડળ ના પ્રમુખ નીતિનભાઈ આહીરેજી એ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓ, મહેમાનો અને નિરાધાર ભાઈ બહેનો નો આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમ ને સફળ બનાવનાર જય ભીમ મંડળ દરેક સભ્યો નો આભાર માની અંતે તમામ મહાનુભાવો એ મીઠાઈ માં બાસુંદી ગ્રહણ કરી હતી....