logo

નારી શક્તિ મહિલા મંડળ માધાપર દ્વારા ૫૦૧ જેટલા નારીયેળ માં ૭૦ કિલો કીડિયારું ભરી જીવદયાની પ્રવૃત્તિ નું અનોખું ઉદાહરણ

આજે રોજ તાઃ 20 ના નારી શક્તિ મહિલા મંડળ માધાપર દ્વારા આવો મળીને કરીએ શ્રમ દાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નારી શક્તિ મહિલા મંડળ ના સ્થાપક તુષારી બેન વેકરીયા ના જણાવ્યા મુજબ
નારી શક્તિ મહિલા મંડળ માધાપર છેલ્લા ત્રણ વર્ષથી કાયમ કુતરા ને રોટલા, માછલાને લોટ , કીડિયારું ,ગાય ને ચારો વગેરે અનેક સેવાકીય કાર્યો કરતા રહે છે માધાપર ની દરેક જ્ઞાતિની અને દરેક વિસ્તારની ૨૦૦ થી વધારે બહેનો આ મંડળ મા જોડાયેલી છે અને અવનવા કાર્યક્રમો કરતી રહે છે બહેનો. આજે પણ જ્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો છે ત્યારે 70 કિલોથી પણ વધારે કીડીયારું બનાવવામાં આવ્યું કારણ કે ચૈત્ર માસમાં કીડિયારું ના નાળિયેર નું અનેરું મહત્વ રહેલું છે તો ૫૦૧ નાળિયેર ભરવામાં આવ્યા આ શ્રમ યજ્ઞમાં ૧૦૦ થી પણ વધારે બહેનો જોડાયા અને બધા જ બહેનોએ નાળિયેર માં પોતાના હાથેથી તેમાં કીડીયાળુ ભરી અને પછી પોતાના વિસ્તારમાં થોડા થોડા લઈ ગયા તેમ જ સુતેશ્વર ,ટપકેશ્વર ,ગંગેશ્વર ,આવા દૂરના વિસ્તારોમાં પણ થોડા થોડા રવિવારે મૂકવામાં આવશે આ કાર્યક્રમમાં ઉષાબેન મચ્છર ,વર્ષાબેન ઉમરાણીયા ,હેતલબેન કાનડે ,ગીતાબેન ગોર તેમજ મંડળના દરેક બહેનોનો ખૂબ જ સહયોગ રહ્યો

13
1585 views