
*અક્ષય તૃતીયાના ઉપાય*
*આવખતે અક્ષય તૃતીયા 30/04/2025ને બુધવારે આવે છે
મિ. જ્યોતિષ
ડો તેજસ મહેતા
*અક્ષય તૃતીયાના ઉપાય*
*આવખતે અક્ષય તૃતીયા 30/04/2025 ને બુધવારે આવે છે*
*મિ. જ્યોતિષ*
*ડો તેજસ મહેતા*
*અક્ષય તૃતીયા (ત્રીજ) એટલે ક્યારેય ક્ષય ન થનારી તૃતીયા. આ દિવસે જે પણ કરવામાં આવે છે, તેનું અક્ષય ફળ તમને પ્રાપ્ત થાય છે. દાન, જપ, હવન વગેરેનું અક્ષય ફળ તમને મળે છે.*
*આ દિવસે તમે સિદ્ધ કુંજિકા સ્તોત્રના પાઠ સંકલ્પ કરીને શરૂ કરવામાં આવે તો શુભ ફળ ની પ્રાપ્તિ થાય છે.*
*સિદ્ધ કુંજિકા પાઠ સ્તોત્રના પાઠ શરૂ કરતાં પહેલાં માતાજી ને સાચા હૃદય થી પ્રાર્થના કરવી*
*હે મા,હું આ પાઠ શરૂ કરવા જઈ રહ્યો છું,* *તમે તમારી અસીમ ઊર્જા શકિત આ સિદ્ધ કુંજિકા સ્તોત્રના પાઠમાં સમાહિત કરો.*
*જો તમે દિવસ ના ૧૧ પાઠ રાત્રે ૯ વાગ્યા પછી કરો છો તો તે વધુ સારું રહેશે. પાઠ કરતી વખતે માતાની મૂર્તિ અથવા તસવીર(ફોટો) તમારી સામે હોવી જોઈએ. એક ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો. માતાજી ને કિસમિસ અને દાડમનો પ્રસાદ ધરાવવો. ત્યારબાદ કિસમિસ નાની બાળકી ઓને વહેંચી દો અને દાડમનો પ્રસાદ પોતે લેવો.* *તમારે આ પાઠ ૨૧ દિવસ સુધી કરવાના છે. ૨૧મા દિવસે તમારે નવારણ મંત્રથી આહુતિ આપવાની છે. હવન ઘી, કપુર, ગુગળ અને કિસમિસથી કરવો. તમારા બધા કાર્યો આ સિદ્ધ કુંજિકા સ્તોત્રના પાઠથી કાયૅ સિધ્ધ થશે. પરેશાનીઓ અને ગ્રહબાધા આપોઆપ સમાપ્ત થઈ જશે.*
*આ ખૂબ જ શક્તિશાળી અને અદ્ભુત સ્તોત્ર છે. તમે કરો અને પરિણામ જાતે જુઓ. આ પછી તમને કોઈ પણ આર્થિક, શારીરિક, તાંત્રિક અથવા વેપારમાં આવતી અડચણો દૂર થશે અને આવશ્યક લાભ પ્રાપ્ત થશે.*
*મિ.જ્યોતિષ*
*ડો.તેજસ મહેતા*