
વડનગર પો.સ્ટે ના સિપોર ગામેથી ચોરાયેલ ટ્રેકટર સહીત બે આરોપીઓને પકડી પાડી ટ્રેકટર ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ
પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ પાટણ નાઓએ મિલ્કત સબંધિત ગુનાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. પાટણ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પાટણ પોલીસ સ્ટાફના માણસો કામગીરીમાં હતા દરમ્યાન મળેલ હકીકત આધારે વિનુજી હાથીજી ઠાકોર રહે-મેરવાડા તા.ઉંઝા જી, મહેસાણા વાળા તથા આકાશજી કપુરજી ઠાકોર રહે-સિપોર સગાવત વાસ તા.વડનગર વાળાને વડનગર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૬૦૭૩ર૫૦-૪૫/૨૫ બી.એન.એસ.કલમ-૩૦૩ (૨) મુજબના કામે ચોરીમાં ગયેલ ટ્રેકટર મેસી ફરગ્યુસન આર.ટી.ઓ રજી નં-જી.જે.૦૨.એ.જી.૫૮૮૬ સાથે પાટણ ખાતેથી પકડી પાડી ઉપરોક્ત વણશોધાયેલ ગુનો શોધી કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી સારૂ પાટણ શહેર બી ડીવી પો.સ્ટે. સોપવા તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) વિનુજી હાથીજી ઠાકોર રહે-મેરવાડા તા.ઉંઝા, જી.મહેસાણા
(૨) આકાશજી કપુરજી ઠાકોર રહે-સિપોર, સગાવત વાસ, તા.વડનગર
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) એક ટ્રેકટર રજી નં જી.જે.૦ર.એ.જી. ૫૮૮૬ નું કિં.રૂ.૪,૦૦,૦૦૦/-
(૨) મોબાઇલ નંગ ૦૩ કિ.રૂ.૧૨,૫૦૦/-
(૩) એક ચાવી ટ્રેકટરની કિ.રૂ.૦૦/૦૦