મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની છત્તીસગઢ રાજ્યના કવર્ધા જિલ્લાતંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામીણ ખેડૂતોના 26
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની છત્તીસગઢ રાજ્યના કવર્ધા જિલ્લાતંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામીણ ખેડૂતોના 26 સભ્યોના પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે મુલાકાત લીધી હતી.
આ પ્રતિનિધિમંડળ છત્તીસગઢ રાજ્યમાં જિલ્લા સંકલિત ગ્રામીણ વિકાસ વ્યૂહરચના અંતર્ગત ગુજરાત મોડલ પર તેમના રાજ્યમાં ગ્રામીણ વિકાસમાં ઇનોવેશન અને અસરદાર યોજનાકીય અમલના વ્યાપ અને વિસ્તરણ માં ટેકનોલોજીના ઉપયોગ અંગેના અભ્યાસ નિરીક્ષણ માટે એક સપ્તાહની ગુજરાત મુલાકાતે આવેલું છે.
મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત ટેકનોલોજી ડ્રિવન ગવર્નન્સ અને લોક કલ્યાણ અને વિકાસ યોજનાઓના અસરકારક તથા સેચ્યુરેશન લેવલના અમલથી વિકાસનું રોલ મોડલ બન્યું છે.
છત્તીસગઢ પ્રતિનિધિ મંડળના સભ્યોએ પણ ગુજરાતની આ નવતર વિકાસ પ્રણાલીની સફળતા વિશે જાણવામાં રસ દાખવ્યો હતો.