logo

પોલીસ વિભાગમાં ઓપરેશન ગંગાજળ, બે પોલીસ ઇન્સ્પેક્ટરને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટનો આદેશ

ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગમાં ઓપરેશન ગંગાજળ શરુ કરવામાં આવ્યું છે. સરકારે બે પોલીસ ઇન્સ્પેક્ટરોને સમય પહેલા રિટાયર કરવાનો આદેશ આપ્યો છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગે આજે બંને પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ-2 અધિકારીઓને સમય પહેલા રિટાયર કરવાનો આદેશ આપ્યો.

ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ-2 સંવર્ગના બે અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ જાહેર કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. બતુલ (સીઆઈડી અને રેલવે) અને પોલીસ ઇન્સ્પેક્ટર વી. જે. ફર્નાન્ડિસ (અમદાવાદ શહેર) ને જાહેર હિતમાં સરકારી સેવામાંથી અપરિપક્વ નિવૃત્ત કરવાનો નિર્ણય કર્યો છે.

27
1067 views