logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ઇઝરાયેલમાં કટોકટીઃ હવાઇ ક્ષેત્ર બંધ, શાળા-કોલેજો પણ બંધ, ઇમરજન્સી લાગુ

અમેરિકા દ્વારા ઇરાનના પરમાણુ ઠેકાણાઓ પર થયેલા હુમલા બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમા પર પહોંચ્યો છે, અને તેની સીધી અસર ઇઝરાયેલ પર જોવા મળી રહી છે. ઇઝરાયેલમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને દેશભરમાં કટોકટી (ઇમરજન્સી) લાગુ કરી દેવામાં આવી છે. હવાઈ ક્ષેત્ર બંધ અને જાહેર જીવન પર અસર: ઇઝરાયેલ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જણાવાયું છે કે, બદલાયેલી પરિસિ્થતિને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલનું હવાઈ ક્ષેત્ર લેનિ્ડંગ અને ટેક-ઓક માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય હવાઇ સુરક્ષા સુનિશિ્ચંત કરવાનો અને કોઈપણ સંભવિત ખતરાને ટાળવાનો છે. આના કારણે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ઉડ્ડન સેવાઓ પ્રભાવિત થશે. જાહેર જીવન પર પણ તેની વ્યાપક અસર પડી છે: શાળા-કોલેજો બંધ: દેશભરની તમામ શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ભીડ પર પ્રતિબંધઃ: લોકોને ક્યાંય પણ એકઠા થવા પર પાબંદી લગાવી દેવામાં આવી છે. જરૂરી ગતિવિધિઓ: કક્ત જ૩રી ગતિવિધિઓ જ કરવાની મંજૂરી આપવામાં આવી છે. વધતો તણાવ અને સુરક્ષા: ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના ચાલી રહેલા સંઘર્ષમાં અમેરિકાનો સીધો હસ્તક્ષેપ થતા સિ્થત િ વધુ ગંભીર બની છે. ઇઝરાયેલે પોતાના નાગરિકોની સરક્ષા માટે આ કડક પગલાં લીધા છે. આ નિર્ણય સૂચવે છે કે ઇઝરાયેલી સરકાર સંભવિત જોખમોને લઈને અત્યંત ગંભીર છે અને તે કોઇપણ પરિસિ્થતિનો સામનો કરવા માટે તૈયાર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાક્રમ પર નજર રાખવામાં આવી રહી છે

144
8433 views

Comment