logo

મહેસાણાના લાખવડ ખાતે થયેલ ગૌ વંશોની ક્રૂરતા થી કરેલ હત્યા ના મામલો

મળતી માહિતી મુજબ ગતરોજ તારીખ 22/06/2025 ના રોજ મહેસાણામાં આવેલ લાખવડ ગામ પાસે રેવન્યુ સર્વે નંબર 60 માં ગૌ વંશોની હત્યા થયેલ તેવી માહિતી મળેલ,તે તપાસ દરમિયાન મહેસાણા ગૌરક્ષક અને ગૌ સેવાના કાર્યકર્તાઓના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસ પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરી હતી,તપાસ દરમિયાન મહેસાણા ડીવાયએસપી સાહેબ શ્રી અને પોલીસ સ્ટાફ દ્વારા 24 કલાક ની અંદર આરોપીઓને પકડી પાડવાની બાંયધરી આપી હતી,જે અનુસંધાને આજ રોજ મહેસાણા - ગાંધીનગર હાઈવે લાખવડ ખાતે સમય પૂર્ણ થતા ગૌ રક્ષક અને ગૌ પ્રેમીઓ દ્વારા હાઇવે બંધ કરીને વિ
રોધ પ્રદર્શન કર્યું હતું.
આજ રોજ વિરોધ પ્રદર્શનમા મહેસાણા ના ગૌ પ્રેમીઓ આવ્યા હતા અને તે લગભગ 2-3 કલાક વિરોધ પ્રદર્શન કર્યા બાદ મહેસાણા તાલુકા PI શ્રી બળવા સાહેબ શ્રી આવીને ગૌ પ્રેમીઓ સાથે ચર્ચા કરીને તેમને જણાવ્યું હતું કે તેમની તપાસ ઊંડાણ પૂર્વક ચાલુ છે પરંતુ ચૂંટણી બંદોબસ્ત હોઈ અમો પોતે હાજર નથી તે છતાં પણ તપાસ અટકાવેલ નથી અને આવનાર ટૂંકજ દિવસોમાં અમો આરોપીઓને ઝડપી ને મહેસાણા ખાતે તેમનું સરઘસ નીકાળશે તેવી બાંયધરી આપી હતી.

130
6726 views