logo

Santalpur: બરારા શાળામાં ઉજવાયો પ્રવેશોત્સવ, નાનકડા બાળકોના સ્વાગતમાં ઉમંગનો માહોલ

બરારા ગામની પ્રાથમિક શાળામાં આજે બાળવાટિકા અને પ્રથમ ધોરણમાં નવા પ્રવેશ લેનારા બાળકો માટે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી.

આ હર્ષોલ્લાસભર પ્રસંગે સરપંચ શ્રી રૈયાબેન રામાભાઈ ડી., શાળાના શિક્ષકો, ગામના આગેવાનો, વડીલો, ભાઈઓ-બહેનો તેમજ યુવાનોની ઉપસ્થિતિ રહી હતી.

નાનકડા બાળકોનું તિલકવિધિ, ફૂલો અને મીઠાઈઓથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

સરપંચશ્રીએ સમગ્ર ગ્રામજનોની ઉપસ્થિતિ બદલ ધન્યવાદ વ્યક્ત કરતાં જણાવ્યું કે,

“આજના પાવન દિવસે હાજર રહી બાળકોને આશિર્વાદ આપનાર તમામનો હ્રદયથી આભાર માનું છું.”

બાળકોના ચહેર પર ખુશી અને ગામલોકોની ઉપસ્થિતિએ પ્રવેશોત્સવને યાદગાર બનાવ્યો.

6
5880 views