logo

Patan: શાળા પ્રવેશોત્સવ: હારીજ માં વિદ્યાર્થીઓ નો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો, R.O પ્લાન્ટ માટે રૂ. બે લાખના દાનની જાહેરાત કરાઈ

હારીજ કેળવણી મંડળ સંચાલિત કે.પી.અને એચ.એન.એસ.હાઇસ્કૂલ,હારીજ અને એચ.એન.એસ.અને આર કે.પી.તન્ના ગર્લ્સ હાઇસ્કૂલ,હારીજ માં વિદ્યાર્થીઓ નો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં હારીજ કેળવણી મંડળ ના પ્રમુખ હસમુખભાઈ એમ.ઠક્કર,મંત્રી જયંતીભાઈ ટી. ઠક્કર ,સહમંત્રી ભરતભાઇ સી.ઠક્કર,ડો.કનુભાઈ ઠક્કર પાટણ જિલ્લા ભાજપા પૂર્વ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર,બી.આર.સી. ચિરાગભાઇ, સી.આર.સી. રાહુલભાઈ,હારીજ શહેર ભાજપ મહામંત્રી કલ્પેશભાઈ ઠાકર,હારીજ શહેર ઉપપ્રમુખ જયંતીભાઈ પંચાલ, એ.પી.એમ.સી.હારીજના ચેરમેન વાઘજીભાઈ સાહેબ ડો.ભગવાનભાઈ સાહેબ,ધર્મેશભાઈ ઠક્કર, હાજર રહેલ તેમાં હારીજ કેળવણી મંડળ ના પ્રમુખ હસમુખભાઈ એમ.ઠક્કર પરિવાર તરફથી હારીજ કેળવણી મંડળ સંચાલિત તમામ સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓને નોટબુક,ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંદાજીત રકમ 2,50,000 (બે લાખ પચાસ હજાર )ઉપરાંત થયેલ ખર્ચ નું દાન અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી આ ઉપરાંત શાળા પરીસરમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે હેતુથી વસંતીબેન ધીરજલાલ કુબેરદાસ તન્ના પરિવાર (હસ્તે.પરેશભાઈ તન્ના અને ભાવેશભાઈ તન્ના હારીજ કેળવણી મંડળ ટ્રસ્ટી તરફથી) આર.ઓ.પ્લાન્ટ માટે રૂ.200000(બે લાખ પુરા) ના દાનની જાહેરાત કરવામાં આવી. હારીજ કેળવણી મંડળ ના તમામ સભ્યશ્રીઓ તથા શાળા પરિવાર અને ઉપસ્થિત મહેમાનો દ્રારા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

14
5197 views