logo

પંચમહાલ: શહેરા તાલુકાની અણીયાદ ચોકડી થી લુણાવાડા તરફ જતો મુખ્ય હાઈવે ખસ્તા હાલતમાં, મોટાં ખાડાઓથી વાહનચાલકો પર જોખમ

પંચમહાલ જિલ્લાના શહેરા વિસ્તારમાં આવેલ અણીયાદ ચોકડીથી લુણાવાડા તરફ જતો મુખ્ય હાઈવે હાલમાં ભારે ખરાબ સ્થિતિમાં છે. માર્ગ પર અનેક મોટા ખાડાઓ ઉભા થયા છે, જેમાં વરસાદનું પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો માટે ગંભીર જોખમ ઉભું થયું છે.

ખાડાઓના કારણે વાહનચાલકોને મુસાફરી દરમિયાન મોટા ધક્કા તથા અકસ્માતોનો ભય રહે છે. ખાસ કરીને બાઈકસવાર અને નાના વાહન ચલાવતા નાગરિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક માર્ગ મરામતની માંગણી કરી છે. જો સમયસર માર્ગ મરામત નહીં થાય તો ભવિષ્યમાં ગંભીર અકસ્માતો થવાની સંભાવના છે.

67
3395 views