logo

માધાપર નવાવાસ ગામ મધ્યે આવેલ કારીમોરી તળાવ ઓવરફલો થતા નવા નીર નું આગમન થતા નવનિયુક્ત સરપંચ દ્વારા તળાવ આવ્યું

માધાપર નવાવાસ ગામ મધ્યે આવેલ કારીમોરી તળાવ ઓવરફલો થતા નવા નીર નું આગમન થતા તળાવ વધાવવામાં આવ્યું ગામના લોકો તળાવને જોવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ તળાવ નો ઇતિહાસ બહુ જૂનો છે આ તળાવમાં ગામના લોકો વર્ષો પહેલા પાણી ભરી ને પીતા જેમ ગામનો વિકાસ થયો તેમ તળાવનો પણ વિકાસ થતો રહ્યો, વર્ષો પહેલા આ તળાવનું ખાણતરા કરી તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું અને બારે ના ભાગમાં સરસ એવા ઇન્ટરલોક પાથરવામાં આવ્યા છે ગામના લોકોને વોકિંગ કરવા માટે રસ્તા માટે સારી સુવિધા જળવાઈ રહે માટે પંચાયત અને ગામના દાતાઓ દ્વારા આ તળાવને સાચવવામાં આવી રહ્યું છે નવાવાસ ગ્રામ પંચાયતના ના નવનિયુક્ત સરપંચ શ્રી વાલજી ભાઇ ડાંગર, ઉપસરપંચ શ્રી જગદીશભાઈ માધાપરિયા ,દ્વારા તળાવને વધાવવામાં આવ્યું સાથે માધાપર પંચાયતના સભ્યો તથા કરછ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ માધાપરિયા,કરછ , જીલ્લા પંચાયત ના માજી પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ પારૂલબેન કારા, તાલુકા પંચાયતના સદસ્ય તુષારીબેન વેકરીયા, ભાનુબેન ભુડીયા , ગામના પુર્વ સરપંચ પ્રેમીલાબેન ભુડીયા, પુર્વ ઉપસરપંચ અરજણ ભુડીયા, પટેલ સામાજિક અગ્રણીઓ રવજીભાઈ વેકરીયા હિરેન વાગડીયા હરીશભાઈ પિંડોરીયા, શ્રવણ સિંહ વાઘેલા, ભરતભાઈ આહીર , ગ્રામ પંચાયતના કર્મચારીઓ ગામના લોકો બહોડી સંખ્યામાં જોડાયા હતા

16
1206 views