logo

કોન્ટ્રાકટરો પાસેથી કમિશન કમલમમાં પહોંચે છે, 10 વર્ષમાં 21 બ્રિજ તુટ્યા : અમિત ચાવડા

અમિત ચાવડાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, મુખ્યમંત્રી ખાલી મૃદુતા બતાવે છે, બ્રિજ પડતા અટકાવવા મક્કમતા પણ દર્શાવે. મહીસાગર નદીમાં શોધખોળ કરવા માટે આધુનિક મશીનરીનો ઉપયોગ નથી થઈ રહ્યો. દુર્ઘટના બન્યા બાદ નાના કર્મચારીનો ભોગ લેવાયો છે. સરકારની ગુનાહિત બેદરકારીના કારણે આ ઘટના બની છે. જો રજૂઆત થઈ ત્યારે કેમ કોઈ પગલાં ના લેવાયા તેનો જવાબ સરકાર આપે. ગાંધીનગરમાં બેસેલા લોકો વાહવાહી માટે જાય છે તો દુર્ઘટનામાં પણ જવાબદારી સ્વીકારે.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા, અમિત ચાવડાએ, ગંભીરાનો બ્રિજ તુટી પડવાની ઘટનાને લઈને ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 21 પુલ તુટી પડ્યાં છે. કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કમલમમાં પહોંચે છે. કમિશન વાળી સરકારના રાજમાં નાગરિકના જીવની કોઈ કિંમત નથી. કમિશન કમલમમાં જાય છે એ જગજાહેર છે. મુખ્યમંત્રી ખાલી મૃદુતા બતાવે છે, બ્રિજ પડતા અટકાવવા મક્કમતા પણ દર્શાવે એવી માંગ તેમણે કરી છે.

28
1823 views