
FTN KUTCH અંજાર કચ્છ ખુન મર્ડર પોલીસ સ્ટેશન અંજાર મા ફરજ બજાવનાર મહિલા પોલીસ Asi Arunaben murder khun
BREAKING news FTN KUTCH
અંજારની મહિલા ASIનું ગળું દબાવી બૉયફ્રેન્ડ દ્વારા હત્યા કરી નાખેલ ગુજરાત અંજાર પોલીસ સ્ટેશન ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) અરુણાબેન નટુભાઈ જાદવની તેમના જ બોયફ્રેન્ડ દ્વારા ગળું દબાવીને હત્યા કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના ગઈ મોડી રાત્રે અંજારની ગંગોત્રી સોસાયટી-2 માં અરુણાબેનના નિવાસસ્થાને બની હતી. મળતી માહિતી મુજબ, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દેરવાડા ગામના વતની અરુણાબેન અને તેમના પુરુષ મિત્ર દિલીપ ડાંગચીયા વચ્ચે કોઈ પારિવારિક બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી એટલી હદે વણસી ગઈ કે દિલીપે ગુસ્સો ગુમાવી અરુણાબેનનું ગળું દબાવી દીધું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આરોપી દિલીપ ડાંગચીયા પણ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં ફરજ બજાવે છે અને હાલ મણિપુરમાં તેનું પોસ્ટિંગ છે. આશ્ચર્યજનક રીતે, અરુણાબેનની હત્યા કર્યા બાદ દિલીપ પોતે જ અંજાર પોલીસ મથકે હાજર થઈ ગયો હતો અને ગુનાની કબૂલાત કરી હતી.
Report by Marabsha Shekh kutch
Mo. 9722221992