logo

સુરત જિલ્લાનાં કામરેજ ખોલવાડ ખાતે ને.હા.નંબર ૪૮ પર અમદાવાદ થી મુંબઈ જતાં લેન પર બ્રિજ ક્ષતિજત હોવાથી રિપેરિંગ મા



સુરત જિલ્લાનાં કામરેજ ખોલવાડ ખાતે ને.હા.નંબર ૪૮ પર અમદાવાદ થી મુંબઈ જતાં લેન પર બ્રિજ ક્ષતિજત હોવાથી રિપેરિંગ માટે સરકાર દ્વારા એક મહિનો બંધ કરીને વાહનોને ડાયવર્ઝન આપવા માટે કીમ થી એના સુધીનો એક્ષપ્રેસ હાઇવે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે અને તેની ઉપર ટોલટેક્ષ ઉઘરાવવાનું શરૂ કરી દેવામાં આવેલ છે.
અમદાવાદ થી મુંબઈ જતાં લેન પર બ્રિજ બંધ કરવાને કારણે સ્થાનિક નાગરિકો,ખેડૂતો અને નોકરીયાતો રોજ રોજનો મોટો ફેરાવો કરવો પડી રહ્યો છે તેમજ એક્ષપ્રેસ હાઇવે નું કામ હજી સુધી પૂર્ણ થયેલ નથી તેમ છતાં બ્રિજ રિપેરિંગના કામ માટે ડાયવર્ઝન કરી ખોલેલ અધૂરા એક્ષપ્રેસ હાઇવે પર સમાચાર પત્રના દ્વારા મળેલ માહિતી મુજબ કારના એક તરફ ૯૫ રૂપિયા અને ટ્રક –બસના ૩૨૫ રૂપિયા ટોલટેક્ષ સ્થાનિક વાહનચાલકો પાસે વસૂલ કરવામાં આવી રહેલ છે.જેને કારણે સ્થાનિક નાગરિકોના એક બાજુ સમય અને બીજી બાય નાણાં ખોટી રીતે વ્યય થઈ રહેલ છે. જાગૃત નાગરિકો અને સ્થાનિક ખેડૂતો દ્વારા અમોને રજૂઆત કરવામાં આવી છે કે, હાલમાં એક્ષપ્રેસ હાઇવે કામ પૂર્ણ થયેલ નથી અને ટોલટેક્ષ સ્થાનિક વાહન ચાલકો પાસે પણ પૂરેપૂરો વસૂલ કરવામાં આવી રહેલ છે.
વધુમાં જણાવવાનું કે એક્ષપ્રેસ વે પરથી આવવા વાળા વાહન ચાલકો છે તેમણે કામરેજ ટોલનાકા ખાતે ટોલટેક્ષ આપ્યા બાદ પરત ફરતી સમયે ભાટિયા ટોલનાકા ખાતે પણ ટોલટેક્ષ ચુકવવો પડે તેમ છે. જે સ્થાનિક નાગરિકો સાથે અન્યાય થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે.
આપશ્રી મારી ઉપરોક્ત રજૂઆત ને ધ્યાને રાખી સુરત જિલ્લાનાં કામરેજ ખોલવાડ ખાતે ને.હા.નંબર ૪૮ પર અમદાવાદ થી મુંબઈ જતાં લેન પર બ્રિજ ક્ષતિજત હોવાથી રિપેરિંગ માટે એક મહિનો બંધ હોવાના કારણે એક્ષપ્રેસ હાઇવે પર થી સુરત જિલ્લાના જે સ્થાનિક GJ -19 અને GJ - 05 ના વાહન ચાલકો પસાર થઈ રહેલ છે તેમને સુરત જિલ્લામાં આવેલ કામરેજ અને ભાટિયા ટોલનાકા ખાતે ટોલટેક્ષ માંથી મુક્તિ આપવામાં આવે એવી
દર્શન.એ. નાયક
મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ જીલ્લા કલેકટર શ્રી,
પાંચમો માળ,બી – બ્લોક,જીલ્લા સેવા સદન,
અઠવાલાઇન્સ ,સુરત
રજૂઆત કરી છે

1
0 views