logo

જંબુસર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા ઢોરોની સમસ્યા ચરમસીમાએ પહોંચી છે. શહેરના માર્ગો પર ઢોરો અવરજવર કરતા વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

જંબુસર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા ઢોરોની સમસ્યા ચરમસીમાએ પહોંચી છે. શહેરના માર્ગો પર ઢોરો અવરજવર કરતા વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. તાજેતરમાં તો એક વિદ્યાર્થી પર ઢોરે હુમલો પણ કર્યો હોવાની ઘટના સામે આવતા જંબુસર નગરપાલિકા તંત્ર સક્રિય બન્યું છે અને રખડતા ઢોરો સામે તવાઈ બોલાવી છે.પાલિકા દ્વારા શરૂ કરાયેલા ખાસ ડ્રાઈવ દરમિયાન છેલ્લા 24 કલાકમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચાર રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા છે. પાલિકા તંત્રે આ કામગીરી કડક સુરક્ષાની વચ્ચે અમલમાં મૂકી હતી, જેના કારણે ઢોર માલિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક ઢોર માલિકોએ તો પોતાના ઢોરો દૂર ખસેડવાનો પ્રયાસ પણ કર્યો હોવાની માહિતી મળતી થઈ છે.જંબુસર નગરપાલિકાએ જાહેર ચેતવણી આપી છે કે, જો કોઇ ઢોર માલિક પોતાના ઢોરોને જાહેર રસ્તાઓ પર છોડતો જોવા મળશે તો તેમના ઢોરોને પાંજરે પુરવામાં આવશે તેમજ માલિક સામે કાયદેસર પગલાં લેવામાં આવશે.તંત્ર તરફથી સ્પષ્ટ કરાયું છે કે રખડતા ઢોરોને લઈ હવે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવામાં આવી છે અને આવનારા દિવસોમાં પણ આવી જ કામગીરી યથાવત રહેશે.

5
101 views