logo

ચાંગા ગામ માં કમળા ના કેસ પર ચર્ચા

તા. 23.07.2025 બુધવાર

પેટલાદ વિધાનસભા માં આવતાં ચાંગા ગામમાં કમળા,ના શંકાસ્પદ કેસો જણાતા તેની જાણ પેટલાદ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન પ્રકાશભાઈ (બાદલભાઈ) પટેલ, પેટલાદ તાલુકા સંગઠન મહામંત્રી અલ્પેશભાઈ પટેલ ને થતાં જ તાત્કાલિક ચાંગા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લઇ અધિકારીઓ, કર્મચારીઓ અને ગામના સરપંચ, સભ્યો, આગેવાનો સાથે સ્થળ ઉપર મુલાકાત લઇ જરૂરી સૂચનો આપી પરિસ્થિતિ નો તાગ મેળવી તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતુ

વિશેષમાં ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ એ ફોન ઉપર જરૂરી સુચના આપતાં જ આણંદ જિલ્લા એપેડેમિક આરોગ્ય અધિકારી રાજેશ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ગુણવંતભાઈ તાલુકા વિકાસ અધિકારી સતિષભાઈ પટેલ પેટલાદ, તેમજ આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમના કર્મચારીઓ આવીને સ્થળ ઉપર તેમજ ગામમાં તાત્કાલિક સર્વે હાથધરી ને સુપર ક્લોરીનેશ, તેમજ સાફસફાઈ કરી લીકેજ દૂર કરવા સહીત ની યોગ્ય કાર્યવાહી કરવા ખાત્રી આપી હતી.

પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે હાલમાં જિલ્લા આરોગ્ય ની 9 ટીમો કાર્યરત છે તેમજ 7 જેટલાં પાણીના સેમ્પલ લઈને લેબોરેટરી માં તપાસ અર્થે મોકલવામાં આવ્યાં છે.

15
1258 views