logo

આજ રોજ સુરતના સંજીવકુમાર ઓડિટરીયમ માં વિશ્વ શાંતિ દૂત શ્રીપ્રેમરાવત જી ના માનવ જીવનની આંતરિક શાંતિ ના વિશ્વ શાંતિ મિશન માટે ના કાર્ય ની સરહના કરતો * પ્રેમ આભાર * કાર્યક્રમ યોજાયો.....

આજ રોજ સુરત ખાતે શ્રી વિશ્વ શાંતિ દૂત પ્રેમરાવત જી માટે નો પ્રેમ આભાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શ્રી પ્રેમરાવત જી વિશ્વ શાંતિ દૂત તરીકે ઓળખાય છે તેમનો જન્મ 1957 માં હરિદ્વાર ના કંનખલ માં થયો હતો.... તેમના પિતા નું નામ શ્રીહંશ જી મહારાજ હતા .... જેઓ શાંતિ નો સંદેશ આપી લોકો ને આંતરિક શાંતિ નો અનુભવ કરાવતા તેમના અવસાન બાદ શ્રી પ્રેમરાવત જી એ 3 વર્ષની નાની ઉંમરે લોકો સુધી શાંતિ નો સંદેશ પહોંચાડવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું હતું ત્યારથી તેઓ વિશ્વ ના 100 થી વધુ દેશોમાં શાંતિ નો સંદેશ આપી લોકો ને આંતરિક શાંતિ નો માર્ગ બતાવી રહ્યા છે....તેમના આ સરહાનીય કાર્ય થી તેમને વિશ્વ શાંતિ દૂત ની ઉપાઘી આપવા આવેલ છે.. તેઓ ભારત તેમજ વિશ્વની જેલો,, વિશ્વ વિદ્યાલયો માં શાંતિ નો સંદેશ આપી રહ્યા છે.... તેમને આજ દિન સુધી વિશ્વના લાખો લોકો ના જીવન માં આંતરિક શાંતિ નો અનુભવ કરાવી લોકો ના જીવનમાં બદલાવ લાવ્યા છે....... તેમના આ શાંતિ માટે ના પ્રયાસો ને પ્રેમ ભાવના થી તેમના અનુયાયી પ્રેમ આભાર નો કાર્યક્રમ પુરા વિશ્વ માં ઉજવાય રહ્યો છે જે ભારતના દરેક રાજ્યો ના જિલ્લા ઓ માં પ્રેમ આભાર નો કાર્યક્રમ થઈ રહ્યો છે અંતે તે આપણા સુરત માં પણ થઈ રહ્યો છે..... સદર આ કાર્યક્રમ માં વિશેસ અથિતિ મહેમાન તરીકે શ્રી શ્રી ભાવેશભાઈ પટેલ -પુર્વ સુરત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, પ્રમુખ શ્રી સુગરફેક્ટરી -બારડોલી, પ્રકાશભાઈ પટેલ, વિજયભાઈ મહાલે, રતિલાલભાઈ પટેલ, રવિન્દ્રભાઈપારેખ, યોગીરાજભાઈ હાજરી આપી કાર્યક્રમ નો લાભ લીધો હતો તેમજ આ કર્યક્રમનો 1000 થી વધુ ભાઈ બહેનો એ આનંદ લીધો હતો આમંત્રિત મહેમાનો દીપ પ્રગટાવી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી ત્યારબાદ મહેમાનો નું સ્વાગત ફુલ તેમજ સાલ આપી સન્માન કરયું ત્યારબાદ ગરબા અને ભજન નો કાર્યક્રમ થયો અને શ્રીપ્રેમરાવત જી નો વિડિઓ દ્વારા શાંતિ સંદેશ બતાવ્યો હતો અંતે કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાનો તેમજ લોકો નો આભાર વિધિ બાદ કાર્યક્રમ પુર્ણ થયો હતો

16
1708 views