નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા રાજકોટ-અમદાવાદ રોડ પર મરામત
રાજકોટ,તા.૨૬ જુલાઈ-રાજ્યભરમાં વરસાદને કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે પ્રજાજનોને પડતી હાલાકીને ગંભીરતાપુર્વક ધ્યાને લેતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના દિશાનિર્દશ હેઠળ રસ્તાઓ અને પુલોનુ સમારકામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. જેના ભાગ રૂપે નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા (NHAI)ના રાજકોટ ડીવીઝન દ્વારા કુવાડવા ખાતે આવેલા સાત હનુમાન મંદિર પાસે રાજકોટ-અમદાવાદ રોડ પર માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ વાહનચાલકો માટે સરળ અને સુર્ક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે.