logo

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં 17 વર્ષે પણ આ 7 સવાલોના ના મળ્યા જવાબ, આરોપીઓ નિર્દોષ જાહેર

માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 17 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. સ્પેશિયલ એનઆઈએ કોર્ટે આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, કર્નલ પુરોહિત, રમેશ ઉપાધ્યાય, સમીર કુલકર્ણી, અને સુધાકર દ્વિવેદી સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ મામલે સુનાવણી કરતાં જસ્ટિસ એકે લાહોટીએ કહ્યું કે, આરોપીઓ વિરૂદ્ધ નક્કર પુરાવા રજૂ કરવામાં ન આવતાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓ કોર્ટના સાત મહત્ત્વના સવાલોના જવાબ આપવામાં નિષ્ફળ રહેતાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો. આવો જાણીએ સાત મહત્ત્વના સવાલો... સાતમુંઃ બાઈક કોણ મુકી ગયુ, તેના કોઈ પ્રમાણ નહીં.

સાધ્વી પ્રજ્ઞાને કોર્ટે આ દલીલો પર આપી ક્લિન ચીટ
એનઆઈએએ જણાવ્યું કે, જે બાઈક સાધ્વી પ્રજ્ઞાની દર્શાવવામાં આવી તે તેમની છે, તેવું સાબિત કરવામાં તપાસ એજન્સીઓ નિષ્ફળ રહી છે. બાઈકનો ચેસિસ નંબર શું હતો, તેની જાણકારી મેળવી શકાઈ નથી. એન્જિન નંબરમાં પણ લોચા હતા. આ બ્લાસ્ટના બે વર્ષ પહેલાં જ સાધ્વી પ્રજ્ઞા સંન્યાસી બન્યા હતા. તેમણે અન્ય લોકો સાથે મળી આ ઘટનાને અંજામ આપ્યો હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી.પ્રથમઃ આ બ્લાસ્ટના ષડયંત્ર માટે ક્યાં મિટિંગ થઈ હતી, તેના કોઈ પુરાવા મળ્યા નથી.
બીજુઃ સ્પોટ પંચનામું યોગ્ય રીતે કરવામાં આવ્યુ નથી. એવામાં પુરાવા સ્વરૂપે માત્ર જુબાની જ છે. તેમને પણ વાસ્તવમાં રજૂ કરવામાં આવ્યા નથી.
ત્રીજુઃ બાઈક સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની હતી, તેનો પુરાવો મળ્યો નહીં.
ચોથુઃ બ્લાસ્ટ માટે વપરાયેલો આરડીએક્સ કર્નલ પુરોહિત લાવ્યા હતા, તેના કોઈ પુરાવા મળ્યા નથી.
પાંચમુંઃ માલેગાંવમાં મસ્જિદની નજીક કોણે બોમ્બ લગાવ્યો હતો, તેનો કોઈ પુરાવો નહીં.
છઠ્ઠુઃ બ્લાસ્ટ માટે બોમ્બ બાઈક પર લગાવ્યો હતો કે નહીં, તેના પણ કોઈ પુરાવા નહીં.
સાતમુંઃ બાઈક કોણ મુકી ગયુ, તેના કોઈ પ્રમાણ નહીં.

3
107 views