ગુજરાત ભાજપ પ્રમુખને લઈને દિલ્હીમાં બંધબારણે બેઠક યોજાઈ, જાણો કોણ રહ્યું હાજર
બીજેપીના પ્રદેશ અધ્યક્ષોને લઈ દિલ્હીમાં બેઠક યોજાઈ છે. બીજેપી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ સંતોષે મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત અને યુપીના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીને લઈને બી.એલ. સંતોષે મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ભૂપેન્દ્ર યાદવ અને યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી પિયુષ ગોયલ સાથે દિલ્હીમાં બંધબારણે બેઠક યોજાઈ હતી. ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની પસંદગી માટે ભુપેન્દ્ર યાદવને રાષ્ટ્રીય ભાજપના મોવડી મંડળ દ્વારા સંગઠન પર્વ 2024-25ના ગુજરાત પ્રદેશ પ્રમુખ નિયુક્તિ માટે ચૂંટણી અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ કેન્દ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ સાથે મિટિંગ કરી છે. જણાવી દઈએ કે, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ કેન્દ્રમાં ગયા છે. તેમનો કાર્યકાળને 20 જુલાઈએ 5 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે હવે ગુજરાતને ટુંક સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ મળશે.